બજાર » સમાચાર » બજાર

SCના નિર્ણય પર PM મોદીએ કર્યુ ટ્વીટ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 13:29  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય અનેક કારણોથી મહત્વપૂર્ણ છે. આ જણાવે છે કે કોઇ વિવાદનું સમાધાન લાવવામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું જરૂરી છે.


દરેક પક્ષને પોતાની દલીલ રાખવા માટે જરૂરી સમય આપવામાં આવ્યો હતો. ન્યાયના મંદિરે દશકો જૂના મામલાનું શાંતિથી સમાધાન કર્યું છે. દેશના સર્વોચ્ચ ન્યાયાલયે અયોધ્યા પર તેનો નિર્ણય આપી દીધો છે. આ નિર્ણયને કોઇની હાર અથવા જીતના રૂપમાં ન જોવી જોઇએ.


રામભક્તિ હોય અથવા રહીમભક્તિ, આ સમય આપણા બધા માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદભાવ અને એક્તા બનાવી રાખે.