બજાર » સમાચાર » બજાર

દિલ્હીમાં પોલીસ VS વકીલ

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 16:50  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હીમાં આજે વકીલો હડતાળ પર ઉતર્યા છે. કાલે પોલીસકર્મીઓની હડતાળ બાદ આજે તેમના વિરૂદ્ધ વકીલો હડતાળ પર ઉતરી ગયા. હડતાળ પર ઉતરેલા વકીલોએ વિરોધ પ્રદર્શન દરમિયાન સાકેત કોર્ટમાં મિડીયા સાથે પણ ગેરવર્તણુક કરી અને કવરેજ પણ કરવા ન દીધુ. વકીલોએ પોતાના કેસની સુનાવણી માટે આવેલા લોકોને પણ કોર્ટની અંદર આવવા પર રોક લગાવી. કોર્ટની અંદર ન જવા દેવા પર લોકો ગુસ્સે ભરાયા અને તેમણે દરવાજાનું તાળુ તોડવાના પ્રયત્નો પણ કર્યા. જોકે વકીલોએ ત્યારબાદ ફરીથી સાંકળ લગાવીને દરવાજો ફરી બંધ કરી દીધો.