બજાર » સમાચાર » બજાર

MSMEs માટે નવા એમેન્ડમેન્ટ બિલની તૈયારી

ના રોજ પ્રકાશિત Wed, 09, 2019 પર 16:20  |  સ્ત્રોત : CNBC-Bajar

અર્થવ્યવસ્થાને બૂસ્ટ આપવા માટે સરકાર MSMEs સેક્ટરનો વિસ્તાર વધારવા જઇ રહી છે. હવે 250 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓને મધ્યમ ઉદ્યોગોનો દરજ્જો આપી શકે છે.


MSMEની પરિભાષા સરકાર બદલશે. 250 કરોડ વાર્ષિક ટર્નઓવરવાળા યૂનિટને MSMEsનો દરજ્જો મળશે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો સાથે મધ્યમ ઉદ્યોગોની પરિભાષા સરકાર બદલશે. 5 કરોડ સુધી સૂક્ષ્મ, ત્યાં જ 5-75 કરોડ સુધીનાને લધુ ઉદ્યોગનો દરજ્જો સંભવ છે. ટર્નઓવર પ્રમાણે દરેક કેટેગરી માટે અલગ પરિભાષા હશે.


મેન્યુફક્ચરિંગ સેક્ટર માટે 3થી વધારે કેટેગરી પર વિચાર કરશે. જેમ્સ એન્ડ જ્વેલરી, ઑટો સેક્ટર અને ટેક્સટાઇલ માટે અલગ પરિભાષા છે. પેમેન્ટ ડિલ અને જીએસટી રિફંડની વ્યવસ્થા હશે નવા કાયદામાં છે. એનપીએથી છૂટકારા માટે 5000 કરોડનું ડિસટ્રેસ ફંડ છે. વિદેશી રોકાણકારો અને ક્રાઉડ ફંડિંગ માટે સ્પેશલ SPVનું ગઠન છે.


દેશની જીડીપીમાં MSMEsનું યોગદાન 50 ટકા સુધી કરવાનું લક્ષ્ય છે. હાલ MSMEsનું દેશના જીડીપીમાં લગભગ 30 ટકા યોગદાન છે. MSMEs માટે નવા એમેન્ડમેન્ટ બિલને જલ્દી લાવવાની તૈયારીમાં સરકાર છે. પરિભાષામાં જલ્દી ફેરફાર માટે અધ્યાદેશ લાવવા પર પણ વિચાર કરશે.