બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પના આગમન માટે અમદાવાદ એરપોર્ટ પર તૈયારીઓ

ના રોજ પ્રકાશિત Tue, 18, 2020 પર 13:41  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે એરપોર્ટ પર તમામ ડેકોરેશનનો સામાન પહોંચી ગયો છે. એરપોર્ટ પર ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવવાનું છે અને તેના માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અહીં ગુજરાતની વિવિધ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવશે. આ માટેનો આજે બધો સામાન એરપોર્ટના VVIP ગેટથી અંદર લઈ જવાયો છે.


ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. અને સાથે સાથે 5 હજાર જેટલા દેશ વિદેશના મહેમાનો પણ અમદાવાદ ખાતેના તેમના કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવી રહ્યા છે. પરિણામે 4 સ્ટાર અને 5 સ્ટાર હોટેલ્સના વ્યવસાયમાં એકાએક તેજીનો માહોલ સર્જાયો છે. જેના કારણે હોટેલ્સે પોતાના હોટ્લ્સના ભાવમાં 25 થી 30 ટકાનો ભાવ વધારો કર્યો છે.


દિલ્હીમાં ફીક્કી, સીઆઈઆઈ અને એશોચેમ સંસ્થાઓના મેમ્બર્સ પણ ઓલ ઈંડિયાથી ટ્રમ્પની વિઝિટ માટે આવી રહ્યા છે. લગભગ દેશના અને વિદેશના મળી 5 હજાર જેટલા મહેમાનો 21થી 24મા અમદાવાદના મહેમાન બનશે. તો કેટલીક હોટેલ્સે આવા મહેમાનો માટે રૂમ રીઝર્વ પણ રાખ્યા છે.