બજાર » સમાચાર » બજાર

આવતીકાલે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના પ્રવાસે

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:17  |  સ્ત્રોત : CNBC-Bajar

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતીકાલે ભારત પ્રવાસ પર આવી રહ્યા છે. તેમની વડાપ્રધાન મોદી સાથે આ બીજી ઇનફોર્મલ સમિટ યોજાવા જઇ રહી છે. ચેન્નઇના મહાબલીપુરમમાં આ સમિટ યોજાવા જઇ રહ્યું છે. જિનપિંગના બે દિવસના પ્રવાસ દરમ્યાન બન્ને વડા UNESCOની વર્લ્ડ હેરિટેજ સાઇટ પર જશે અને આખો દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી પણ આપશે.


11 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી શરૂ થનારા આ સમિટ પહેલા મહાબલીપુરમમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. જોકે આ વાતચીત ઇનફોર્મલ હોવાના કારણે કોઇ સેરેમની કે કરાર થવાના નથી.


જોકે આ દરમ્યાન ભારતે શી જિનપિંગ અને પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે થયેલા કાશ્મીર પર ચર્ચાનો વિરોધ પણ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ભારતના આંતરિક મામલામાં અન્ય દેશોએ ટિપ્પણી કરવાની જરૂરત નથી.