બજાર » સમાચાર » બજાર

પ્રધાનમંત્રી આવાસ યોજના બની ઘરવિહોણા માટે આશિર્વાદ

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 13:37  |  સ્ત્રોત : CNBC-Bajar

વર્ષો સુધી કમાણી કરી હોય તો પણ ઘરનું ઘર બનાવવું સપનું હતું. પરંતુ હવે આ સપનું સાકાર થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારે અમલમાં મુકેલી પ્રધાનમંત્રી આવાસ યોજના ઘરવિહોણા પરિવારો માટે આશિર્વાદ સમાન સાબિત થઇ રહી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના અનેક પરિવારોએ આ યોજનાનો લાભ લીધો છે અને લઇ રહ્યા છે.

એક સમય હતો કે જ્યારે વિકાસની હરણફાળ ભરતા વડોદરા જેવા શહેરમાં પોતાનું ઘર હોવું એક સપનું હતું. એક સમય હતો કે ઘરનું ઘર હોવું એક સપનું હતું. પરંતુ હવે આ સપનું સપનું નહીં પણ હકીકત બની રહ્યું છે. જ્યારથી પ્રધાનમંત્રી મોદીએ દેશની કમાન સંભાળી છે ત્યારથી આર્થિક રીતે નબળા પરિવારોનું જીવનધોરણ ઉંચુ લાવવાના સતત પ્રયાસ થાય છે. અને એના જ ભાગ રુપે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લોકો હવે ઘરનું ઘર મળી રહ્યું છે.

તમામ સુવિધાઓથી સજ્જ આ છે વડોદરાના હરણી વિસ્તારમાં બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજના. અહીં તમામ સગવડો છે. બાળકોને રમવા માટે ગાર્ડન, કલ્બ હાઉસ સહિતની સુવિધાઓથી સજ્જ છે પ્રધાનમંત્રી આવાસ યોજના.

હરણી વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતો આ છે રાવલ પરિવાર. માત્ર 12, 50 હજારમાં તેઓને બે રૂમ, હોલ અને કિચનનું મકાન મળ્યું છે. અહીંની સુવિધાઓથી પ્રભાવિત થઇને જ આ રાવલ પરિવાર આ યોજનાની ખોબલેને ખોબલે પ્રશંસા કરી રહ્યો છે.

રાવલ પરિવારના મોભી યશોધરભાઇ એસટીમાં કંડકતર હતા અને બે વર્ષ પહેલા જ નિવૃત્ત થયા. આખી જિંદગી ભાડાના મકાનમાં ગુજારી અને હવે તેઓને ઘરનું ઘર મળતા આનંદનો પાર નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વિકાસલક્ષી કાર્યોને કારણે જ આવા હજારો પરિવારોને સપનાનું ઘર મળ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનેલા મકાનો સુવિધાઓથી સજ્જ તો છે જ. સાથોસાથ લાભાર્થીઓને અઢી લાખની આર્થિક સબસીડીની સહાય પણ મળે છે.