બજાર » સમાચાર » બજાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ક્લીનચીટ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 13:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ગોધરા કાંડ મામલે નાણાવટી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી દીધી છે. આ સિવાય નાણાંવટી પંચે તત્કાલીન ગુજરાત કેબિનેટના અન્ય લોકોને પણ ક્લીનચીટ આપી દીધી છે. જેમાં ભરત બારોટને પણ ક્લીનચીટ મળી છે.


ગુજરાત વિધાનસભામાં આજે જસ્ટિસ નાણાવટી પંચ અને જસ્ટિસ મહેતા પંચના તપાસનો બીજા ભાગનો રિપોર્ટ રજૂ કર્યો. જ્યાર બાદ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરીને આ મામવે જાણકારી આપી. પત્રકાર પરિષદમાં તેમણે વડાપ્રધાનના વખાણ કરવાની સાથ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા અને તપાસના રિપોર્ટની જાણકારી આપી.