બજાર » સમાચાર » બજાર

6 ઝોનમાં એએમસી દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી

ના રોજ પ્રકાશિત Fri, 10, 2018 પર 17:02  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં છ ઝોનમાં એએમસી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં સરખેજમાં પણ એએમસીએ ટ્રાફિક ડ્રાઇવ યોજી. ડ્રાઇવ કરતા અગાઉ એએમસીએ અનેક દુકાનોને નોટિસ પાઠવી હતી.


ત્યારે કેટલાક સ્થળે સ્વયંભૂ લોકો પણ દબાણો દૂર કરી રહ્યા છે. તો એમએમસી દ્વારા ગોલ્ડન નાળા રોડ પર જેસીબી મશીન ફેરવવામાં આવ્યું. 70થી વધુ દુકાનોના દબાણો દૂર કરીને 18 મીટર રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે પણ ડીમોલિશનની કામગીરી યથાવત્ રાખી છે. શહેરના સરખેજમાં તેમજ સાણંદ ચોકડી પાસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણો દૂર કરવા માટે પાંચથી વધુ જેસીબીની મદદ લેવાઇ. અનેક દુકાનોને જમીન દોસ્ત કરવામાં આવી છે.


જે દુકાનોમાં લોકોની ભીડ જોવા મળતી હતી. તેવો ભરચક વિસ્તાર ડીમોલીશન બાદ સુમસાન જોવા મળી રહયો છે. લગભગ 50થી 70 જેટલી દુકાનો જમીન દોસ્ત કરાઇ છે. એસજી હાઇવે પર સિક્સ લેન રોડ બનવા જઇ રહ્યો છે. જેને પગલે દબાણોને દૂર કરાઇ રહ્યા છે.