બજાર » સમાચાર » બજાર

નાગરિકતા કાયદા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 12:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉત્તર પૂર્વમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આસામ અને ત્રિપુરાના અમૂક ભાગોમાં હજૂ પણ કર્ફ્યુ યથાવત છે. આસામમાં સૌથી વધુ ઉગ્ર વિરોધ જોવા મળ્યો જ્યાં હજારો લોકો રસ્તા પર ઉતરીને કર્ફ્યુના નિયમોને તોડીને નાગરિકતા કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કર્યું. હિંસક પ્રદર્શનમાં અનેક મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને પોલીસની સાથે ઘર્ષણમાં 4 લોકોના મૃત્યુ થયા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.


આ વિરોધ હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાયો છે. બંગાળમાં પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવે 6ને બંધ કરી દીધો હતો સાથે ટ્રેન પર પણ પથ્થરમારો કરીને રેલ સેવાઓને પ્રભાવિત કરી હતી. નવી દિલ્હીમાં પણ જામીયા મિલ્યા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું જેમાં પોલીસ સાથે ઘર્ષણ થવાના કારણે એક ડઝનથી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. પોલીસે 50 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.