બજાર » સમાચાર » બજાર

80:20 ગોલ્ડ સ્કીમ પર રધુરામ રાજનની સફાઈ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 10:02  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને 80-20 સ્કીમ પર ઊભા થયેલા સવાલો બાદ ચૂપ્પી તોડી છે. નેટવર્ક-18 સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ફોરેક્સ પડકારોને જોતાં આ સ્કીમ લાવવામાં આવી હતી. જો કે તેમણે એ પણ કહ્યુ કે સ્કીમ લાવવાની પાછળના તર્ક તેમણે સાફ નથી.

80:20 ગોલ્ડ સ્કીમ પર સફાઈ આપતા તેમણે આગળ કહ્યું કે 2013 માં ફૉરન એક્સચેન્જ ક્રાઇસિસનો સમય હતો. સીએડીનો મોટો હિસ્સો સોનાના ઈમ્પોર્ટ પર ખર્ચ થઈ રહ્યો હતો. સોનાનો ઇમ્પોર્ટ ઓછો કરવા માટે એ સ્કીમ લાવવામાં આવી હતી. 80:20 ગોલ્ડ સ્કીમ અસ્થાયી રૂપથી લાવવામાં આવી હતી. સ્કીમ લાવવાની પાછળનો તર્ક સાફ નથી. પરંતુ પૂર્વ ગવર્નર હોવાની નાતે તે તેની જવાબદારી લેશે.