બજાર » સમાચાર » રાજકારણ

રાહુલ ગાંધી કોર્ટમાં થયા હાજર

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

રાહુલ ગાંધીને હવે સુરત કોર્ટના ધક્કા નહી ખાવા પડે. મોદી સમાજ અંગે રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી સંદર્ભે રાહુલ ગાંધી સુરતના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર થયા. રાહુલ ગાંધીને ગુનો કબૂલ હોવા અંગે પૂછવામાં આવ્યું. જેના જવાબમાં રાહુલ ગાંધીએ ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું. જેથી કોર્ટ દ્વારા આ કેસમાં વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો નિર્ણય કર્યો.


સાથે જ કોર્ટે તેમને દરેક સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તી આપી હતી. રાહુલ ગાંધીએ એપ્રિલ 2019માં એક રેલી દરમિયાન પીએમ મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી સાથે કરી હતી. અને પુછયુ હતુ કે બધાં ચોરોના ઉપનામ મોદી હોય છે. ત્યારે સુરત પશ્ચિમના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો. જેના બાદ રાહુલ કોર્ટમાં હાજર થયા.