બજાર » સમાચાર » બજાર

નવરાત્રિમાં વરસાદ બની શકે વિઘ્ન

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતના ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિઘ્ન. જેના કારણે આયોજકોમાં ચિંતા ફેલાઈ છે.


હવામાન વિભાગની વાત માનીએ તો આ વખતે ચોમાસુ સમય કરતા મોડું વિદાય લેશે. જેના કારણે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે. 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. અને હજુ ગુજરાતમાં વરસાદની આગાહી છે.


જેના કારણે ખેલૈયાઓની સાથે સાથે આયોજકોની પણ ચિંતા વધી છે. આ વખતે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. અને ચોમાસાની અસર હજું યથાવત છે. જેના કારણે નવરાત્રીની રમઝટમાં વરસાદની વિઘ્ન નડી શકે છે.