બજાર » સમાચાર » બજાર

માંગરોળના કાંઠા વિસ્તારમાં વરસાદ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 16:17  |  સ્ત્રોત : CNBC-Bajar

જૂનાગઢના માગરોળ પંથકમાં ગત રાત્રીથી સાર્વત્રિક વરસાદને પગલે ચારેકોર પાણી પાણી થયુ છે, એક જ રાતમાં માગરોળમાં 4 ઇંચ વરસાદ પડ્યો. તો બીજી વખત નોળી નદીમાં પુર આવતા કામનાથ પાસેથી જતા રાહદારીઓ અટવાયા હતા.


નોળી નદીમા પુર આવતા કામનાથ પાસે રસ્તો બંધ કરતા લોકોને મુશ્કેલી પડી. તો લંબોરા, ઠેલાણા, શેખપુર વિરપુર સહીતના ગામો સંપર્ક વિહોણા થયા. માગરોળ કેશોદ રોડ પર વલ્લભગઢ પાસે પાણી ભરાતા માગરોળ કેશોદ રોડને પણ બંધ કરવામાં આવ્યો.