બજાર » સમાચાર » બજાર

સમગ્ર રાજ્યમાં વરસાદી ચાદર પથરાઇ રહી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

સમગ્ર રાજ્યમાં વરસાદી ચાદર પથરાઇ રહી છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે. વડોદરાના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યુ છે.


વરસાદનું આગમન થતા વડોદરાવાસીઓને બાફભર્યા વાતાવરણમાંથી છુટકારો મળ્યો. તો આ તરફ સુરતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરતના ઉધના, લીંબાયત, ડિંડોલી નવાગામમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નાળામાં પાણી ભરાતા અવર જવર કરવી પણ મુશ્કેલ બની છે. પાણી કાઢવા એસએમસીની ટીમો લાગી કામે લાગી છે.

વલસાડમાં ભારે વરસાદને લઈ એનડીઆરએફની ટીમો તૈતાન કરી દેવામાં આવી છે. વલસાડની આરંગા નદીનું પાણી ચારથી પાંચ ફૂટ ઉપર આવી જતા સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવાઈ છે. 35થી વધુ એનડીઆરએફના જવાનોની નદીની બન્ને તરફ ગોઠવી દેવામા આવ્યા છે. સાથે જ નીચાણવાળા વિસ્તારમાંથી પણ અનેક લોકોનું સ્થળાંતર કરવામા આવ્યું છે.


જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી ઉપરવાસમાં વલસાડની ઔરંગા નદી તોફાની બની છે. નદી પર લગાવેલ વોર્નીગ સિસ્ટમ પર ઔરંગા ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું છે. સતત બે દિવસથી નવસારીમાં પણ ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.