બજાર » સમાચાર » બજાર

રાજકોટ: માતાજી અંગેની અભદ્ર ટિપ્પણીનો મામલો

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:50  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટમાં સોશિયલ મીડિયા પર માતાજી અંગેની અભદ્ર ટિપ્પણીનો મામલો ગરમાયો છે. લોકોની ધાર્મિક ભાવના દુભવતી આ ટીપ્પણીના વિરોધમાં રાજકોટમાં વિવિધ સમાજ દ્વારા રેલી કાઢી કમિશનરને આવેદનપત્ર અપાયું. બહુમાળી ભવનથી કમિશનર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો બેનરો સાથે જોડાયા હતા.