બજાર » સમાચાર » બજાર

ઉપરથી લપસી ગયુ બજાર, આઈટી શેરોમાં રેલી, એજીએમ દરમિયાન લાલ નિશાનમાં RILના શેર

સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.
ના રોજ પ્રકાશિત Thu, 24, 2021 પર 09:24  |  સ્ત્રોત : CNBC-Bajar

03:25 PM


રિલાયન્સના એજીએમ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો જોવા મળ્યો અને તે લાલ નિશાન પર કામ કરી રહ્યું છે. હાલમાં આ શેર એનએસઈ પર 58.45 રૂપિયા અથવા 2.75 ટકાના ઘટાડા સાથે 2146.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


03:00 PM


એજીએમને સંબોધન કરતા કહ્યુ કે RIL એ ગત વર્ષ 75,000 નવી નોકરીઓ આપી છે. કંપનીના કારોબાર પર જણાવતા કર્યુ તેમણે JIO નેટવર્ક દેશમાં 425 મિલિયન ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. FY21 માં JIO ની કંસો આવક 86,493 કરોડ રૂપિયા હતી. જિઓએ FY21 માં 38 મિલિયન ગ્રાહકો ઉમેર્યા છે જ્યારે RIL સમૂહે આ વર્ષે 3.24 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે.


02:50 PM


રિલાયંસ રિટેલ પર વાત કરીએ તો તેમણે કહ્યુ કે નાણાકીય વર્ષ 2021 માં રિલાયંસ રિટેલની આવક 1.53 લાખ કરોડ રૂપિયા રહી છે જ્યારે તેના EBITDA 9,842 કરોડ રૂપિયા પર રહ્યા છે.


ભારતના કુલ એક્સપોર્ટમાં RIL નો હિસ્સો 6.8 ટકા રહ્યો છે. અમે સમયથી પહેલા કર્ઝ મુક્ત થવાનું લક્ષ્ય હાસિલ કર્યુ છે.


02:45 PM


કંપનીના O2C કારોબાર પર વાત કરીએ તો તેમણે કહ્યુ કે RIL ના બોર્ડમાં ARAMCO CHAIRMAN નું સ્વાગત છે. O2C કારોબારમાં ARAMCO સ્ટ્રેટેજિક પાર્ટરન છે. અમે ગ્લોબલ ન્યૂ એનર્જી એજેંડા પર જોર આપી રહ્યા છે. આજે દુનિયા ન્યૂ એનર્જીના યુગમાં પ્રવેશ કરી રહી છે. ગ્લોબલ એનર્જીમાં ભારત મહત્વની ભૂમિકામાં રહેશે. RIL અને ARAMCO સ્ટ્રેટેજિક પાર્ટરનશિપ તેમાં મહત્વની ભૂમિકા નિભાવશે અને Global Energy Landscape માં દેશ સૌથી આગળ રહેશે.


તેમણે જણાવ્યુ કે 2021 માં કંપનીની NEW ENERGY BIZ લૉન્ચ કરવાની યોજના છે જેમાં RIL ની લીડરશિપ રહેશે. આ યોજનાની હેઠળ Dhirubhai Ambani Green Energy GigaComplex ની સ્થાપના કરવામાં આવશે. Green Energy GigaComplex માં 4 ફેક્ટ્રરી લગાવામાં આવશે.


02:39 PM


કંપનીના કારોબાર પર વાત કરતાં તેમણે કહ્યું કે Consumer બિઝનેસમાં સારો વધારો જોવા મળી રહ્યું છે. રાઇટ્સ ઇશ્યૂ પર બોલતા તેમણે કહ્યું કે કંપનીના રાઇટ્સ ઇશ્યૂથી રિટેલ શેરધારકોને મજબૂત ફાયદો થયો છે અને તેણે 4 ગુણો રિટર્ન મેળવ્યું છે.


02:25 PM


શેરધારકોને સંબોધિત કરતા કહ્યુ RIL ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે કોવિડ-19 સંકટ કાળમાં કંપનીના દરેક કર્મચારીએ પોતાની ભૂમિકા નિભાવી છે તેમણે કહ્યુ કે આવી ટીમને લીડ કરવામાં ગર્વ મહેસૂસ થાય છે. મુશ્કેલીના સમયમાં પણ RIL નું પ્રદર્શન સારૂ રહ્યુ છે. FY21 માં કંપનીના કંસોલિડેટ આવક 5.4 લાખ કરોડ રૂપિયા રહી છે. આ વર્ષ કંપનીના નફામાં પણ વર્ષના આધાર પર 34.8 ટકા વધીને 53,739 કરોડ રૂપિયા રહ્યા છે. અમારા કર્મચારીઓના યોગદાનના ચાલતા આ પડકારભર્યા માહોલમાં પણ અમે શાનદાર પ્રદર્શન કરવામાં કામયાબ રહ્યા છે.


તેમણે આગળ કહ્યુ કે RIL એ આ વર્ષ GST અને VAT ના સૌથી મોટી ચુકવણી કરી છે. અને આ 1 વર્ષમાં સૌથી વધારે ભંડોળ પણ એકઠુ કર્યુ છે.


02:25 PM


RIL ની 44 મી AGM નું શુભારંભ થઈ ગયુ છે. AGM માં શેરધારકોને સંબોધિત કરતા કહ્યુ રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સૌથી પહેલા કોરોનાની જંગમાં જીવ ગુમાવેલા લોકોને શ્રદ્ઘાંજલી આપતા કહ્યુ કે કોરોનામાં આપણા લોકોને ગુમાવતા પરિવારોથી તેમને સહાનુભૂતિ છે. તેમણે આગળ કહ્યુ કે અમે દેશી ચિંતા કરીએ છે. અમે પોતાના કર્મચારીઓની ચિંતા કરીએ છે અને આ સિદ્ઘાંતની હેઠળ અમે કોરોના મહામારીમાં માનવતાને સર્વોપરી રાખી.


તેમણે આગળ કહ્યુ કે મહામારીની બાવજૂદ FY21 માં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. કંપની માટે માનવતાની રક્ષા કરવી કારોબારથી વધારે મહત્વની છે. આપણી આ જ ફિલોસોફીની હેઠળ કંપનીએ આકરા સમયમાં માનવતાની રક્ષાના દરેક પ્રયાસ કર્યા છે.


02:15 PM


આ વર્ષ નવી મુંબઈમાં શરૂ થઈ જશે JIO INSTITUTE: નીતા અંબાણી


RIL ની 44 મી AGM નું શુભારંભ થઈ ગયુ છે. આ એજીએમમાં મુકેશ અંબાણીની ધર્મ પત્ની નીતા અંબાણીએ કહ્યુ કે અમે કોરોના કાળમાં બાળકો માટે રમતગમતને લગતી પહેલ કરી છે. અમે અમારી પહેલ દ્વારા 2.15 કરોડ બાળકો સુધી પહોંચ્યા છે. તેમણે જણાવ્યુ કે JIO INSTITUTE આ વર્ષથી શરૂ થઈ જશે. જેની સ્થાપના નવી મુંબઈ માં કરવામાં આવી રહી છે.


તેમણે કહ્યુ કે મહિલાઓ અને છોકરીઓના સશક્ત બનવુ જરૂરી છે. કારોબારની સાથે સમાજને સશક્ત બનાવુ પણ અમારુ મિશન છે જેને ધ્યાનમાં રાખતા રિલાયંસ ફાઉંડેશનના 5 મહત્વપૂર્ણ મિશન લૉન્ચ કરવામાં આવ્યા છે. તેમાં પહેલા છે Mission Oxygen, બીજુ Mission COVID Infra, ત્રીજુ Mission Anna Seva, ચોથુ Mission Employee Care અને પાંચમું મિશન Mission Vaccine Suraksha છે.


પોતાના આ સંબોધન આગળ બોલીએ તો નીતા અંબાણીએ કહ્યુ કે RIL એ 2 સપ્તાહમાં 1100 mt પ્રતિ દિવસ ઑક્સીજનનું ઉત્પાદન કર્યુ છે. દેશમાં મેડિકલ ઑક્સીજનના 11 ટકા ઉત્પાદન RIL કરી રહ્યુ છે. અમે રોજના 15,000 કોરોના પરીક્ષણ ક્ષમતા તૈયાર કરી છે. અમારું રિલાયન્સ પરિવાર અમને હિંમત આપે છે અને આ વિશાળ પરિવાર આપણા માટે પ્રેરણારૂપ છે.


02:00 PM


દેશની રાજધાની દિલ્હીમાં અનલૉક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લોકોને ખૂબ છૂટછાટ મળી છે. જો કે કેટલાક સ્થળો હજી પણ બંધ રાખ્યા છે. આ દરમિયાન દિલ્હીમાં જીમ આવતા સપ્તાહથી ખુલવાની સંભાવના છે. દિલ્હી જીમ એસોસિએશન (Delhi Gym Association)ના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal)ને બુધવારે મળ્યા હતા. આ બેઠક પછી એસોસિએશનનું કહેવું છે કે મુખ્યમંત્રી તરફથી પૉઝિટીવ રિસ્પૉન્સ મળ્યો છે.


01:50 PM


Niftyએ એક નવો ઇન્ડેક્સ Microcap 250 શરૂ કર્યો છે. તે NSE પર લિસ્ટેડ માઇક્રોકેપ સ્ટૉક્સના પરફૉર્મેંસને ટ્રેક કરશે. જો કે, આ શેરોમાં જોખમ વધારે છે. આ ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓમાં Nifty 500 કંપનીઓ સિવાય 250 કંપનીઓ છે. તેમની એવરેજ ફુલ માર્કેટ કેપિટલાઇઝેશનના આધાર પર રેન્કિંગ 501 થી 750 કરી છે.


01:30 PM


બજાર દિવસના ઉપરી સ્તર પર જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 30 માંથી 23 શેરોમાં તેજી છે. નિફ્ટીના 50 માંથી 31 શેરોમાં તેજી છે. જ્યારે બેન્ક નિફ્ટીના 12 માંથી 8 શેરોમાં તેજી જોવા મળી રહી છે.


01:10 PM


જૂન એક્સપાયરી પર બજાર મજબૂત જોવા મળી રહી છે. નિફ્ટી 15800 ની નજીક જોવા મળે છે. Infosys, TCS, અને Hdfc Bankથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. 2 દિવસ પછી નિફ્ટી બેન્કમાં હરિયાળી ફરી છે, તે લગભગ 150 પોઇન્ટની ઉપર છે. પરંતુ મિડકેપ ઇન્ડેક્સ પર થોડો દબાણ છે. સરકારી બેન્ક, FMCG શેરોમાં નબળાઇ છે. IT શેરોમાં તેજી જોવા મળી રહી છે. IT દિગ્ગજની સાથે મિડકેપ IT પણ ગઈ છે.


12:40 PM


રાકેશ ઝુનઝુનવાલા આ સેક્ટરો પર છે બુલિશ


રાકેશ ઝુનઝુનવાલાનું માનવુ છે કે ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના મજબૂત છે. દેશમાં રાજકીય સ્થિરતા 3 લાખ કરોડ રૂપિયાના શેર બજારને નવી ઉંચાઇ પર લઈ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે ભારતીય બજાર આ વર્ષે સતત રેકોર્ડ ઊંચા રેકોર્ડ બનાવી રહ્યું છે.


રાકેશ ઝુનઝુનવાલાની બેન્ક અને ઈંશ્યોરન્સ સેક્ટર પર દાંવ લગાવાની સલાહ છે. તેમનું કહેવુ છે કે કોરોના પૈંડેમિકથી આ સેક્ટરના સપોર્ટ મળશે. તેના સિવાય પીએમ મોદીના દરેક નાગરિક ઘર અને પીવાનું સાફ પાણી ઉપલબ્ધ કરવાના મિશનથી ઈન્ફ્રા અને રિયલ્ટી સેક્ટરને પણ પશુ મળશે.


12:20 PM


Gold Price Today: આજે ઘરેલૂ બજારમાં સોના-ચાંદીના વાયદામાં ઘટાડો થયો છે. ગોલ્ડનો વાયદો ભાવ 47000 ની નીચે પહોંચી ગયો. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.41 ટકા (192 રૂપિયા) ઘટીને 46,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. ચાંદીનો વાયદો 0.58 ટકા (402 રૂપિયા) ઘટીને 68,585 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઇ છે. પીળી ધાતુ ગયા વર્ષના ઉચ્ચતમ સ્તર (56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ)ની સરખામણીએ લગભગ 9000 રૂપિયા નીચે છે.


12:10 PM


Greaves Cotton એ હિટ કર્યા ઑલ-ટાઈમ હાઈ, જાણો શું છે આ સ્ટૉક પર એનાલિસ્ટની સલાહ


Greaves Cotton ના શેર એ આજના કારોબારમાં પોતાના 178 રૂપિયાના ઑલ-ટાઈમ હાઈ તોડી દીધુ. આ શેરે પોતાના આ શિખર 4 વર્ષ પહેલા 4 મે 2017 ને બનાવ્યો હતો. આજે ઈંટ્રા-ડે માં આ લેવલને તોડતા આ શેર 182.50 રૂપિયા સુધી પહોંચી ગયા. એક મહીનામાં આ શેરે પોતાના ધારકોને 50 ટકા રિટર્ન આપ્યુ છે.


જો છેલ્લા આંકડા પર નજર કરીએ તો આ સ્ટૉક છેલ્લા 1 મહીનામાં 130.95 રૂપિયાથી વધીને 182.50 રૂપિયા પર આવ્યા છે. બજાર જાણકારોનું કહેવુ છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાના લીધેથી ઈલેક્ટ્રિક વાહનોની તરફ થઈ રહેલા શિફ્ટના લીધેથી આ સ્ટૉકમાં તેજી આવતી દેખાય રહી છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને આપવામાં આવતા દબાણ અને તેના માટે અમલી બનાવાયેલી નીતિઓએ પણ આ શેરને વેગ આપ્યો છે. નિષ્ણાતો પણ આ શેરમાં નવી ખરીદીની ભલામણ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ સ્ટોક આવતા 1 વર્ષમાં 300 રૂપિયા સુધીના સ્તરે પહોંચી શકે છે.


12:00 AM


ચાંદીમાં મજબૂતી


MCX પર ચાંદી 67,500 રૂપિયાની નજીક કારોબાર કરી રહી છે. ડૉલરની મજબૂતી પર ચાંદીમાં નબળાઇ જોવા મળી રહી છે. મેટલ્સમાં નબળાઇની પણ ચાંદી પર અસર જોવા મળી રહી છે.


11:40 AM


મેટલ્સ પર દબાણ


ડૉલરના મજબૂતીને કારણે મેટલ્સમાં નબળાઇ જોવા મળી રહી છે. ચીન 5-6 જુલાઇને રિઝર્વથી મેટલ્સ હરાજી કરશે. ચીન પ્રથમ બેચમાં 20,000 ટન કૉપર હરાજી કરશે. ચીન 50,000 ટન એલ્યુમિનિયમની હરાજી કરશે. ચીન પણ 30,000 ટન ઝીંકની હરાજી કરશે. ફક્ત મેન્યુફેક્ચર્સ, પ્રોસેસર્સ રિઝર્વથી મેટલ્સ ખરીદી શકશે.


11:30 AM


HFCL। કંપની કર્ણાટકના Baidebattu ગામમાં પાવર કનેક્ટિવિટી સ્થાપિત કરશે. હાલમાં એનએસઈ પર 0.75 રૂપિયા અથવા 1.12 ટકાના વધારા સાથે 67.50 ના સ્તર પર જોવા મળી રહ્યો છે.


11:16 AM


CADILA HEALTH। US FDAથી નવી દવાને મંજૂરી આપવામાં આવી છે. Fingolimod Capsules માટે Zydus Cadilaને US FDAની મંજૂરી મળી છે.


11:05 AM


INDIAN ARMY। ભારતીય સેના Infantry Combat Vehiclesની ખરીદી કરશે. ભારતીય સેનાની 1,750 Futuristic Infantry Combat Vehicles ખરીદવાની યોજના છે.


10:54 AM


MACQUARIEના APOLLO HOSPITALS પર અભિપ્રાય


MACQUARIEના APOLLO HOSPITALS પર અભિપ્રાય આપતા કહ્યું છે કે હોસ્પિટલ Ebitda માર્જિન 23 ટકાના ઉચ્ચતમ સ્તર પર છે. કંપનીનું ખર્ચ ઘટાડવા પર ફોકસ છે. કંપની માટે સામાન્ય કરતાં ઓછા ફુટફૉલ ચિંતાનો વિષય હોય તેવું લાગે છે.


10:32 AM


જૂન એક્સપાયરી પર બજારમાં મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટી 15700 ની ઉપર કારોબાર કરી રહ્યો છે. INFOSYS, TCS, ICICI BANK અને HDFC BANKથી સપોર્ટ મળી રહ્યું છે. 2 દિવસ પછી નિફ્ટી બેન્કમાં હરિયાળી ફરી છે પરંતુ મિડકેપ ઈન્ડેક્સ પર થોડો દબાણ બન્યો છે.


10:15 AM


SHYAM METALICSની મજબૂત લિસ્ટિંગ થઇ છે. NSE પર 28 ટકા પ્રીમિમયની સાથે 380 રૂપિયા પર શેર લિસ્ટ હતો. જ્યારે 5 ટકા પ્રીમિયમ પર Sona BLWની લિસ્ટિંગ થઇ છે.


10:10 AM


આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી જોવા મળી રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 8 પૈસા વધીને 74.19 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 74.27 ના સ્તર પર બંધ થયો હતો.


10:00 AM


IT શેરોમાં સારો રોનક જોવા મળી રહી છે. નિફ્ટી IT ઇન્ડેક્સ જૂન સીરીઝમાં 5 ટકાથી વધુની ભગ્યો છે. દિગ્ગજની સાથે મિડકેપ કંપનીઓમાં પણ આજે ખરીદીનો ટ્રેન્ડ છે.


09:48 AM


Sugar stockમાં તોફાની તેજી ચાલુ છે. DHAMPUR, BALRAMPUR અને SHREE RENUKAમાં 4 થી 5 ટકાનો મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે.


09:31 AM


VISHAL WAGHની હૉટ પિક્સ જેમાં 2-3 સપ્તાહમાં થઇ શકે છે જોરદાર કમાણી


IRCTC | ખરીદો | ભાવ: Rs 2,083.95| આ સ્ટૉકમાં 2200 રૂપિયાના લક્ષ્ય માટે, 2015 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ છે. 2-3 સપ્તાહમાં આ શેરમાં 6 ટકાના અપસાઇટ જોવા મળી શકે છે.


Maharashtra Seamless | ખરીદો | ભાવ: Rs 311.50| આ સ્ટૉકમાં 334 રૂપિયાના લક્ષ્ય માટે, 299 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ છે. 2-3 સપ્તાહમાં આ શેરમાં 7 ટકાના અપસાઇટ જોવા મળી શકે છે.


Asian Paints | વેચો | ભાવ: Rs 2995| આ સ્ટૉકમાં 2820 રૂપિયાના લક્ષ્ય માટે, 3065 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ છે. 2-3 સપ્તાહમાં આ શેરમાં 6 ટકાના અપસાઇટ જોવા મળી શકે છે.


09:31 AM


એન્જલ બ્રોકિંગના રુચિત જૈન દ્વારા રોકાણની સલાહ


Godrej Agrovet: બન્યા રહો.


આ શેરમાં રુચિત જૈનનો ટ્રેડિંગ સ્ટોપલોસ સાથે રહેવાની સલાહ આપે છે. રુચિત જૈનનું માનવું છે કે આ સ્ટૉક માટે 600-590 ના સ્તર પર મજબૂત સપોર્ટ જોવા મળી રહ્યો છે. ઉપરની તરફ તેની ગયા ઑલ ટાઇમ 715 રૂપિયા તરફ જઇ શકે છે.


Venky: બન્યા રહો.


આ શ્ટૉકમાં પણ રુચિત જૈનની હોલ્ડ કરવાની સલાહ છે. રુચિત જૈનનું માનવું છે કે આ સ્ટૉકમાં હજી પણ અપટ્રેન્ડ બન્યું છે. આ સ્ટૉક માટે તાત્કાલિક સપોર્ટ 3,350 રૂપિયાના સ્તર પર જોવા મળે છે જ્યારે ઉપરની તરફ તેના માટે 4050 રૂપિયાની સંભવના ખુલી છે.


BEL: ઘટાડામાં ખરીદો


અહી સ્ટૉક હાયર ટૉપ અને હાયર બૉટમ બનાવી રહ્યું છે જે અપટ્રેન્ડના સંકેત છે. આગળ પણ આ સ્ટોકમાં તેજી ચાલુ રહેશે. આ સ્થિતિમાં જો આપણે વચ્ચે ક્યાંક ડિપ મળે છે તો તેને ખરીદવાની તક માનવી જોઈએ. સ્ટૉક માટે 158-160 નજીક મજબૂત સપોર્ટ છે જ્યારે ઉપરની તરફ આ 174 અને ફરી એકવાર 180 સુધી જઇ શકે છે.


09:23 AM


Petrol-Diesel Price: દિલ્હીમાં આજે 24 જુનના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવ 26 પૈસા વધીને 97.76 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 07 પૈસા વધીને 88.30 રૂપિયા પ્રતિ લીટરના ભાવથી વેચાઈ રહ્યા છે. મુંબઈમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં બદલાવ થયો છે. પેટ્રોલના ભાવ 26 પૈસા વધીને 103.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 07 પૈસા વધીને 95.79 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.


કોલકતામાં પણ આજે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઈ ગયુ છે. પેટ્રોલ 25 પૈસા મોંઘુ થઈને 97.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 07 પૈસા મોંઘુ થઈને 91.15 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલનો ભાવ 23 પૈસા વધીને 98.88 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 06 પૈસા વધીને 92.89 રૂપિયા પ્રતિ લિટર છે.


બેંગ્લોરમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલનો ભાવ 27 પૈસા વધીને 100.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 07 પૈસા વધીને 93.61 રૂપિયા પ્રતિ લિટર છે. એમ જ બિહારની રાજધાની પટનામાં પેટ્રોલ 99.80 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.63 રૂપિયા પ્રતિ લીટર છે. કેરલની રાજધાની તિરૂવંતપુરમમાં પેટ્રોલ 99.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.82 રૂપિયા પ્રતિ લીટર છે.


મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલ 105.99 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 97 રૂપિયા પ્રતિ લિટર છે. એ જ રીતે, મધ્યપ્રદેશના અનુપુરમાં, પેટ્રોલ 108.56 રૂપિયા અને ડીઝલ 99.39 રૂપિયા પ્રતિ લિટર છે. Nagarabandh માં પેટ્રોલ 109.11 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ 99.89 રૂપિયા પ્રતિ લિટર છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 101.48 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લિટર છે.


09:23 AM


સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,520.55 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,700 ની પાર છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.


સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.04 ટકાની નજીવા વધારાની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.34 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે.


હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 166.84 અંક એટલે કે 0.32 ટકાના વધારાની સાથે 52472.92 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 43.10 અંક એટલે કે 0.27 ટકા ઉછળીને 15730.10 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


ફાર્મા 0.04%, મેટલ 0.50%, એફએમસીજી 0.01%, ફાઈનાન્શિયલ સર્વિસ 0.20%, પીએસયુ બેન્ક 0.60%, પ્રાઈવેટ બેન્ક 0.40%, રિયલ્ટી 0.26% અને આઈટી 0.75% વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.41 ટકા મામૂલી વધારાની સાથે 34,715.05 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જયારે માં ઑટો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.


દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ટીસીએસ, ઈન્ફોસિસ, એલએન્ડટી, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક અને ટેક મહિન્દ્રા 0.71-1.34 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં હિરો મોટોકૉર્પ, બજાજ ઑટો, સિપ્લા, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, એનટીપીસી અને પાવર ગ્રિડ 0.32-0.65 ટકા સુધી ઘટ્યા છે.


મિડકેપ શેરોમાં જીએમઆર ઈન્ફ્રા, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, એમફેસિસ, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને યુનિયન બેન્ક 1.27-2.47 ટકા સુધી ઉછળા છે. જ્યારે અદાણી ટ્રાન્સફર, અદાણી પાવર, અદાણી ગ્રીન, અપોલો હોસ્પિટલ અને ટોરેન્ટ પાવર 1-4.82 ટકા ઘટ્યો છે.


સ્મૉલકેપ શેરોમાં અજમેરા રિયલ્ટી, શારદા મોટર્સ, જય કૉર્પ, ઈન્ફિબિમ એવન્યુ અને શ્રી રેનુકા 4.85-8.38 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં મુંજાલ શૉ, અદાણી ટોટલ ગેસ, રિલાયન્સ ઈન્ફ્રા, સચિંદર ઈન્ફ્રા અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 4.08-7.54 ટકા સુધી તૂટ્યા છે.