બજાર » સમાચાર » બજાર

નીરવ-મેહુલ વિરુધ્દ્ર ઈડીની ઝડપી કાર્યવાહી

ના રોજ પ્રકાશિત Mon, 16, 2018 પર 18:36  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએનબી કૌભાંડ મામલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂધ્ધ કાર્યવાહી ઝડપી કરી છે. નેટવર્કને મળેલી જાણકારી પ્રમાણે ઈડીએ નીરવ અને મેહુલ ચોકસીની કંપની હેઠળ આવેલી ઇક્વિટીનો કબ્જો મેળવવાનો શરૂ કર્યો છે.


નીરવ મોદી, ચોકસી મામલામાં ઈડી ફરી એક્શનમાં છે. ઈડીએ બન્નેની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું છે. બન્નેની ઇક્વિટી હોલ્ડિંગ પર EDની નજર છે. ઈડીએ Wizcraft Entની 20% હિસ્સેદારી જપ્ત કરી છે. ચોકસીએ Wizcraft Entમાં ત્રીજા પાર્ટી થકી પૈસાનું રોકાણ કર્યું હતું.


ઈડીએ Lustre Indiaમાં 20% હિસ્સો જપ્ત કર્યો છે. ઈડીને આશા છે કે Lustre Indiaમાં મેહુલ ચોકસીએ રોકાણ કર્યું હતું. મામલામાં અત્યાર સુધી કુલ રૂપિયા 7600 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. હજૂ સુધી બન્ને કંપનીએ તપાસ મામલે અમારા પ્રશ્નોનો જવાબ નથી આપ્યો છે.