બજાર » સમાચાર » બજાર

એનપીએને લઈને આરબીઆઈનો મોટો નિર્ણય

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 11:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈ દ્વારા એનપીએને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે આરબીઆઈએ ડિફોલ્ટ લોન અને તેનો નિવેડો લાવવા માટે નવા નિયમો બહાર પાડ્યા છે. આ નવા નિયમ આઈબીસી કાયદા હેઠળ બહાર પાડવામાં આવ્યા છે. આરબીઆઈએ ફાઈનાન્સિયલ વિકનેસ શું છે તે નક્કી કર્યું અને તેને ન ઓળખવા પર બેન્કો પર દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ આરબીઆઈ દ્વારા 500 કરોડની ઉપર તેમ જ 2000 કરોડની ઉપરની લોન માટે સ્પેશલ નિયમ બનાવવામાં આવ્યા છે. સાથે જ બેન્ક દ્વારા રિઝોલ્યુશનપ્લાનને લાગૂ કરવા પર શરતો મૂકવામાં આવી છે.


રૂપિયા 500 કરોડથી વધુની લોન માટે છે. 1લી એપ્રિલથી બેન્કે CRILCમાં દર મહિને કેસ રિપોર્ટ કરવા પડશે. 23 ફેબ્રુઆરીથી 1લી એપ્રિલ સુધી દર અઠવાડિયે રિપોર્ટ કરવું પડશે. એક બેન્કમાં ડિફોલ્ટ જાહેર થયા, તો તમામ લેણદારોને રિઝોલ્યુશન પ્રોશેસમાં મૂકવામાં આવશે. 100 કરોડની ઉપરના એકાઉન્ટને રિઝોલ્યુશન પ્રોશેસ માટે રેટિંગ એજન્સી પાસેથી RP4 રેટિંગ જોઈશે.


500 કરોડની ઉપરના એકાઉન્ટને રિઝોલ્યુશન પ્રોશેસ માટે રેટિંગ બે એજન્સી પાસેથી RP4 રેટિંગ જોઈશે. રૂપિયા 2000 કરોડથી વધુ માટે નવા નિયમ છે. એકવાર એનપીએ જાહેર થયા બાદ 6 મહિનામાં રિઝોલ્યુશન પ્લાન જાહેર કરવો અથવા આઈબીસી પાસે જવું છે. એનપીએ નથી અને એકાઉન્ટ ડિફોલ્ટ થાય તો પણ 6 મહિનાની ડેડલાઈન લાગશે. રિઝોલ્યુશન પ્લાન લાગુ ન થશે તો ખાતું એમસીએલટીમાં જશે.