બજાર » સમાચાર » બજાર

RBI Governor Press Conference: ટર્મ લોન મોરટોરિયમ 31 ઓગસ્ટ સુધી વધી

ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 10:04  |  સ્ત્રોત : CNBC-Bajar

10:36 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, આ બધા ઉપાય ભવિષ્યની તે મુશ્કિલોનો સામનો કરવા માટે જેના વિશે અમને હજુ ખબર નથી. હાલાત અત્યારે ખરાબ છે પરંતુ આપણે તેમાંથી ઉભરી જશુ.

10:35 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, EXIM Bank ના યૂએસ ડૉલર સ્વેપ માટે 90 દિવસો માટે 15000 કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.

10:34 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, SIDBI ને વધારે લચીલુ બનાવા માટે ટર્મ લોન પર 90 દિવસોની બાદ અને 90 દિવસોની છૂટ આપવામાં આવી રહી છે.


10:33 AM

ટર્મ લોન મોરટોરિયમ 31 ઓગસ્ટ સુધી વધ્યો

આરબીઆઈએ ટર્મ લોન મોરટોરિયમ 31 ઓગસ્ટ સુધી વધારી દીધુ છે. પહેલા તે 31 મે સુધી હતુ. 3 મહિના વધારે વધવાથી હવે 6 મહીનાના મોરટોરિયમની સુવિધા થઈ ગઈ છે. એટલે કે 6 મહીના જો તમે તમારા EMI નહીં ચુકવે તો તમારી લોન ડિફૉલ્ટ કે NPA કેટેગરીમાં નહીં માનવામાં આવે.

10:25 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ, ફિસ્કલ વર્ષ 2021 ના બીજા 6 મહિનામાં એક્ટિવિટી અને ડિમાંડમાં ધીરે-ધીરે સુધારો થશે. તેમણે કહ્યુ કે આ વર્ષ GDP નેગેટિવ રહેશે. જો કે દલહનમાં થોડી તેજી રહી શકે છે.

10:22 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે MPC નું માનવુ છે કે 2020 ના પહેલા 6 મહિનામાં મોંઘવારી જેવી રહી છે ત્રીજા ક્વાર્ટરમાં પણ તેવી જ રહી શકે છે પરંતુ ચોથા ક્વાર્ટરમાં તે 4 ટકાના ટારગેટથી નીચે આવી શકે છે.

10:20 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ, જ્યાં સુધી ખાણી-પીણીની વસ્તુઓની મોંઘવારીના કેસ છે તો જાન્યુઆરી 2020 ની બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં ફૂડ ઈનફ્લેશનમાં ઘટાડો આવ્યો હતો. જો કે એપ્રિલમાં હવે તે વધીને 8.6 ટકા થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે શાકભાજી અને દૂધના ભાવ વધવાથી ફૂડ ઈનફ્લેશન વધ્યુ છે.

10:18 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, હાલ ફક્ત ખેતી અને તેનાથી જોડાયેલા સેક્ટરથી જ આશા જોવા મળી રહી છે. આ વર્ષ દક્ષિણ-પશ્ચિમ મૉનસૂન સામાન્ય થવાથી ઉમ્મીદની એક કિરણ દેખાય રહી છે.

10:15 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, Covid-19 સંક્રમણના લીધેથી સારી એવી માર કંઝ્યુમર ડ્યુરેબલ્સની ડિમાંડ પર પડી છે. માર્ચ 2020 થી અત્યાર સુધી કંઝ્યુમર ડ્યુરેબલ્સના પ્રોડક્શનમાં 33 ટકાનો ઘટાડો આવ્યો છે.

10:12 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ, આ વર્ષ વર્લ્ડ ટ્રેડમાં 13-32 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. તેમણે કહ્યુ કે માર્ચ 2020 થી શહેર અને ગ્રામિણ, બન્ને વિસ્તારોમાં ડિમાંડ ઓછી થઈ છે જેની અસર સરકારી આવક પર પણ પડી છે.

10:10 AM

રેપો રેટ ઘટાડ્યો

આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ મૉનેટરી પૉલિસી કમિટી (MPC) ને રેપો રેટમાં 0.40 ટકા કપાત કરીને આ 4 ટકા કરી દીધી છે.

10:08 AM

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે સમયછી પહેલા મૉનેટરી પૉલિસી કમિટી બેઠક થઈ છે. આ બેઠક છેલ્લા ત્રણ દિવસોમાં થઈ છે.

10:05 AM

આરબીઆઈ ગવર્નરે પ્રેસ કૉન્ફ્રેંસ શરૂ કરતા કહ્યુ કે આપણે એ ભરોસો રાખવો પડશે કે ભારત આ મુશ્કિલ સમયથી ઉભરી જશે.