બજાર » સમાચાર » બજાર

આરબીઆઈએ એમએસએમઈ સેક્ટર પર રિપોર્ટ રજૂ કર્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આરબીઆઈએ એમએસએમઈ સેક્ટર પર રિપોર્ટ રજૂ કર્યો છે. એમએસએમઈ સેક્ટર પર એક્સપર્ટ કમિટીની રિપોર્ટ રજૂ કરાયો છે. એમએસએમઈ પર આરબીઆઈ પેનલે કહ્યું છે કે, રેગ્યુલેટરી રિટેલનું એક્સપોઝર વધારવાનું સૂચન છે, સાથે જ એમએસએમઈ માટે રૂપિયા 10,000 કરોડના ફંડનું સૂચન છે.


એમએસએમઈ પર આરબીઆઈ પેનલે કહ્યું છે કે, એમએસએમઈ સેક્ટર પર આરબીઆઈએ યુકે સિંહાનો લિડ પેનલ રિપોર્ટ સબમીટ કર્યો છે. એમએસએમઈમાં રોકાણ કરતા વેન્ચર્સ કેપિટલ/PE કંપનીઓને ટેકો કરવા ફંડ ઓફ ફંડ્સ હોવું જોઈએ. સ્ટાર્ટ-અપ માટે ઈન્સેન્ટિવ આપવાનું સૂચન કર્યું છે.


એમએસએમઈ માટે ડિસ્ટ્રેસ્ડ એસેટ ફંડ નિર્માણ કરવાની ભલામણ આરબીઆઈ પેનલે કરી છે. એમએસએમઈ માટે પીએમની અધ્યક્ષતામાં નેશનલ કાઉન્સિલના ગઠનનું સૂચન છે, સાથે જ એમએસએમઈ માટે રૂપિયા 5000 કરોડની આપત્તિ યોજના માટેના સૂચનો છે. એમએસએમઈના વિકાસ માટે એસઆઈડીબીઆઈI, રાજ્ય સરકારે મળીને કામ કરવું જોઈએ.