બજાર » સમાચાર » બજાર

આરબીઆઈનું મોટુ એક્શન, એલઓયુ રજુ કરવા પર પ્રતિબંધ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 12:14  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએનબી કૌભાંડ બાદ મોટા પગલાંમાં આરબીઆઈએ એલઓયુ અને એલઓસી ઇશ્યુ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મુદ્દે ફેડરેશન ઑફ ઇન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડીજી અજય સહાયના મતે આ નિર્ણયની મોટી ખાસ અસર નહીં રહે.

જ્યારે દેશની અંદર જ કારોબારી બેન્કોથી મળેલા લેટર ઑફ ક્રેડિટ એટલે કે એલઓસીથી કારોબાર કરે છે. પરંતુ પીએનબી મહાકૌભાંડની અસર હવે તેના પર પણ પડી રહી છે. અમદાવાદમાં આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિસ બેન્ક જેવા પ્રાઇવેટ બેન્કોને નેશનલાઇઝડ બેન્કોના લેટર ઑફ ક્રેડિટ લેવાથી ના પાડી દીધી છે. બેન્કોના આ પગલાથી ગુજરાતના વ્યાપારી મુશ્કિલમાં પડી ગયા છે.

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજનનું કહેવુ છે કે ભારતમાં બેન્કની તરફથી ગેરેન્ટી રજુ કરવામાં મોટી લાપરવાહી બરતવામાં આવી છે. નેટવર્ક-18 ની સાથે ખાસ વાતચીતમાં રાજને એ પણ કહ્યું કે જ્યાં સુધી અમે આ ગેરેન્ટીને સાચી રીતથી રજૂ નથી કરતા, આ બેન્કોની બેલેન્શીટ માટે માથાનો દુખાવો બની રહેશે.