બજાર » સમાચાર » બજાર

બજેટમાં સ્થાનિક ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા તૈયારી

ના રોજ પ્રકાશિત Fri, 17, 2020 પર 08:58  |  સ્ત્રોત : CNBC-Bajar

1 ફેબ્રઆરીએ રજૂ થનાર બજેટમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકાર 300થી વધુ પ્રોડક્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી શકે છે. સુત્રો મૂજબ આમા પેપર, ટાયર, કેમિકલ, ફુટવેર જેવા સેક્ટરના પ્રોડક્ટ્સનો સમાવેશ થશે.

બજેટમાં જોવા મળશે મેક ઇન ઇન્ડિયાની ઝલક. લગભગ 300 વસ્તુઓ પર વધી શકે છે ઇમ્પોર્ટ ડ્યૂટી. કેમિકલ, ફુટવેર, પેપર, ટાયર પર વધશે ઇમ્પોર્ટ ડ્યૂટી. બેગાણી વધી શકે છે ઇમ્પોર્ટ ડ્યૂટી. નાણા મંત્રાલયની ડ્યૂટી વધારવાની ભલામણ. રબર ટાયર પર ઇમ્પોર્ટ ડ્યૂટી 40% વધારવાનો પ્રસ્તાવ.


હાલ રબર ટાયર પર 10-15% ઇમ્પોર્ટ ડ્યૂટી. ફુટવેર પર ઇમ્પોર્ટ ડ્યૂટી 25%થી વધારીને 35% સંભવ છે. ફોટેક પેપર, પેપર બોર્ડ પર બે ગણી ઇમ્પોર્ટ ડ્યૂટી સંભવ છે. પેપર ઇન્ડસ્ટ્રીના કાચા માલ વૂડ પલ્પ પર ડ્યૂટી ઘટશે. નાણા અને ઉદ્યોગ મત્રાલયમાં સહમતી. 2 દિવસ પહેલા ઉદ્યોગમંત્રીએ પણ આપ્યા હતા સંકેત.