બજાર » સમાચાર » બજાર

સપ્ટેમ્બરમાં મોંઘવારીના મોર્ચાને મળી રાહત

ના રોજ પ્રકાશિત Thu, 12, 2017 પર 18:21  |  સ્ત્રોત : CNBC-Bajar

રિટેલ મોંઘવારી દરના મોર્ચા રાહત મળી છે, સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર એટલે કે સીપીઆઈમાં વધારે નથી થયો. સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઓગસ્ટના 3.28% પર યથાવત રહી છે. ઓગસ્ટ રિટેલ મોંઘવારી દર 3.36% થી સુધારીને 3.28% થઇ ગઇ છે. તો મહિના દર મહિના આધાર પર સપ્ટેમ્બરમાં કોર મોંઘવારી દર 4.5% થી વધીને 4.6 રહી છે.


મહિના દર મહિના આધાર પર સપ્ટેમ્બરમાં શહેરી એરિયામાં મોંઘવારી દર 3.35% થી વદીને 3.44% રહી છે. મહિના દર મહિના આધાર પર ગ્રામીણ એરિયામાં રિટેલ મોંઘવારી દર 3.22%થી ઘટીને 3.15% રહી છે.


મહિના દર મહિના આધાર પર સપ્ટેમ્બરમાં ખાવા-પીવાના વસ્તુઓ રિટેલ મોંઘવારી દર 1.52%થી ઘટીને 1.25% રહી છે. વર્ષના આધાર પર સપ્ટેમ્બરમાં ઇંધણ અને વિજળી રિટેલ મોંઘવારી દર 3.92% રહી છે. વર્ષના આધાર પર સપ્ટેમ્બરમાં દાળ ના રિટેલ મોંઘવારી દર -22.51% રહી છે.