બજાર » સમાચાર » બજાર

પેપર ઇમ્પોર્ટ માટે રજીસ્ટ્રેશનને ફરજીયાત

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આ સાથે જ સ્થાનિક પેપર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પેપર ઇમ્પોર્ટ પર મોટો નિર્ણય લેવા જઇ રહી છે. સુત્રો મુજબ સરકાર પેપર ઇમ્પોર્ટ માટે રજીસ્ટ્રેશનને ફરજીયાત બનાવી શકે છે.


પેપર ઇમ્પોર્ટ પર ફોકસ વધવાની તૈયારી થઇ રહી છે. પેપર આયાત માટે રજીસ્ટ્રેશન જરૂરી કરવામાં આવી શકે છે. વાણિજ્ય મંત્રાલય સિદ્ધાંતિક રૂપે રાજી, જલ્દી નોટિફિકેશન જાહેર થઈ શકે છે. પેપર ઇન્ડસ્ટ્રીએ સરકાર પાસે માગ કરી હતી.


રજીસ્ટ્રેશન દરમિયાન પેપર ઇમ્પોર્ટની કિંમત, પ્રમાણ અને ક્વાલિટી દેખાડવી જરૂરી બનશે. રજીસ્ટ્રેશન માટે ખાસ ફી પણ ચૂકવવાની રહેશે. સ્ટીલ ઇમ્પોર્ટ પર ફોકસ કરવા સરકાર આવી વ્યવસ્થા કરી રહી છે. સ્ટીલ ઇમ્પોર્ટ મૉનિટરીંગ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે.