બજાર » સમાચાર » બજાર

રાહુલના આરોપો પર રિલાયન્સનો જવાબ

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 18:36  |  સ્ત્રોત : CNBC-Bajar

રાહુલ ગાંધીના આરોપો બાદ રિલાયન્સ ડિફેન્સે તેનો જવાબ આપ્યો છે. કંપનીએ કહ્યું કે રાહુલ ગાંધી જે ઇ-મેલનો હવાલો આપી રહ્યા છે તે રિલાયન્સ ડિફેન્સ અને એરબસની વચ્ચે મેક ઇન ઇન્ડિયા હેઠળ હેલિકૉપ્ટર પ્રોગ્રામ માટે ચર્ચાનો ભાગ હતો. આની ભારત સરકાર અને ફ્રાન્સ સરકારની વચ્ચે 36 વિમાનોના સૌદાથી કોઇ લેવા દેવા નથી. આ મામલામાં જાણીને તથ્યોને ફેરવવામાં આવી રહ્યું છે અને હકીકતને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે.