બજાર » સમાચાર » બજાર

ટેલિકોમ કંપનીઓને રાહત શક્ય

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 15:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેલિકોમ કંપનીઓને સ્પેક્ટ્રમની કિંમત પર મોટી રાહત મળી શકે છે. CNBC બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે દુરસંચાર વિભાગે સ્પેક્ટ્રમની રિઝર્વ કિંમતને 50% સુધી ઓછી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ટેલિકોમ કમિશન આ મહિને થનારી બેઠકમાં આને લીલી ઝંડી આપી શકે છે.

સ્પેક્ટ્રમની રિઝર્વ પ્રાઇસ સરકાર ઓછી કરશે. 40-50% ઓછી કરી શકે છે રિઝર્વ પ્રાઇસ. 4G, 5G બન્ને સ્પેક્ટ્રમની રિઝર્વ પ્રાઇસ ઓછી થશે. TRAIએ 5G સ્પેક્ટ્રમની કિંમત ₹492 Cr/Mhz નક્કી કરી છે. ટેલિકોમ કંપનીઓેએ સ્પેક્ટ્રમ કિંમત ઘટાડવાની માગ કરી હતી.


જીયો, એરટેલે સ્પેક્ટ્રમ કિંમત ઘટાડવાની માગ કરી હતી. DoTએ કિંમત ઓછી કરવા માટે પ્રસ્તાવ તૈયાર કર્યો. સરકારની ફેબ્રુઆરીમાં સ્પેક્ટ્રમ લિલામી કરાવવાની યોજના છે. ટેલિકોમ કમિશનને મોકલવામાં આવશે પ્રસ્તાવ.


આ મહિને પ્રસ્તાવને લીલી ઝંડી શક્ય. ભારતમાં દુનિયાનું સૌથી મોંઘુ છે 5G સ્પેક્ટ્રમ. ભાવ ઓછા થવાથી ટેલિકોમ સેક્ટરમાં વિદેશી રોકાણ વધશે. ટેલિકોમ કંપનીઓ પર ₹7 લાખ કરોડનું દેવું. ARPUs 8 વર્ષના સૌથી નીચલા સ્તર પર છે. 2014માં ₹123ની સામે 2018માં ₹70ના ARPU.