બજાર » સમાચાર » બજાર

રિટેલ મોંઘવારી દર ઘટી, ફેબ્રુઆરીમાં ઘટીને 4.44%

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 17:53  |  સ્ત્રોત : CNBC-Bajar

મોંઘવારીના મોર્ચા પર સરકારને થોડી રાહત મળી છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંધવારી દર એટલે કે સીપીઆઈ ઘટીને 4.44 ટકા પર રહી છે. તો જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર 5.07 ટકા રહી હતી.


ફેબ્રુઆરીમાં ખાવા-પીવાના વસ્તુઓમાં મોંઘવારી ઘટી છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ખાધ મોંધવારી દર 4.70 ટકા થી ઘટીને 3.26 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર ફેબ્રુઆરીમાં ફ્યૂલ, વિજળીની મોંધવારી દર 7.7 ટકા પર આવી ગઇ છે.