બજાર » સમાચાર » બજાર

રિટેલ મોંઘવારી વધી, સપ્ટેમ્બરમાં 3.77%

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

મોંઘવારીના મોર્ચા પર સરકારને ફરી ઝટકો લાગ્યો છે. સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી દર એટલે કે સીપીઆઈ વધીને 3.77 ટકા પર પહોંચી ગઈ છે જ્યારે ઓગસ્ટમાં સીપીઆઈ ગ્રોથ 3.7 ટકા રહ્યો હતો.


સપ્ટેમ્બરમાં ખાણી-પીણીની વસ્તુઓની મોંઘવારી વધી છે. મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 0.29 ટકાથી વધીને 1.08 ટકા રહ્યા છે. મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં ઈંધણ અને વિજળીમાં મોંઘવારી દર યથાવત જોવા મળ્યો છે.


મહીના દર મહીના આઘાર પર સપ્ટેમ્બરમાં હાઉસિંગની મોંઘવારી દર 7.59 ટકાથી ઘટીને 7.07 ટકા થઈ ગઈ છે. મહીના દર મહીના આઘાર પર સપ્ટેમ્બરમાં અનાજની મોંઘવારી દર 3.12 થી ઘટીને 2.98 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર ઓગસ્ટમાં શાકભાજીનો મોંઘવારી દર -7 ટકાથી ઘટીને -4.15 ટકા રહ્યો છે.


મહીના દર મહીના આધાર પર સપ્ટેમ્બરમાં કપડા અને ચપલના મોંઘવારી દર 4.88 ટકા થી ઘટીને 4.64 ટકા થઈ ગઈ છે જ્યારે દાળોની મોંઘવારી દર સપ્ટેમ્બરના -7.76 ટકાથી વધીને -8.58 ટકા રહ્યા છે.