બજાર » સમાચાર » બજાર

છૂટક મોંઘવારી દર જૂનમાં વધીને 3.18% રહી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 17:49  |  સ્ત્રોત : CNBC-Bajar

જૂન 2019 માં મોંધવારી દરમાં મામૂલી વધારો થયો છે. છૂટક મોંધવારી દર વધીને 3.18 ટકા થઇ ગઇ છે. પહેલા મેં માં આ ફક્ત 3.05 ટકા રહી હતી.


તાજેતર આંકડા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ (CSO) એ જાહેર કર્યા છે. કન્ઝ્યુમર પ્રાઇમ ઇન્ડેક્સ (CPI) મોંઘવારી દર વધ્યા છતા પણ આરબીઆઈના અવકાશમાં જ છે.


જૂનમાં ખદ્યા-પીવાના વસ્તુઓ પર મોંઘવારી વધી છે. જૂન 2019 માં ખાદ્યા-પીવાની વસ્તુનું ભાવ 2.1 ટકાનો વધારો થયો છે. ત્યારે મેં માં 1.83 ટકા હતું. અનાનની મોંઘવારી જૂનમાં 1.3 ટકાથી વધી છે. મેં માં 1.24 ટકા રહી છે. મહીના આઘાર પર જૂનમાં શાકભાજીનો મોંઘવારી 5.46 ટકાથી ઘટીને 4.66 ટકા રહી છે.


નાણા સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનું કહેવુ છે કે 2019-20ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન મોંઘવારી દરમાં નરમ રહેશે.


ગત મહિનામાં આરબીઆઈએ સતત ત્રીજી વાર 0.25 ટકા રેટ કર્યો હતો. મોંઘવારી દર ઓછા રહેવાની આશા છે તો આવનારા સમયમાં પણ આરબીઆઈ રેટમાં ઘટાડો કરી શકે છે.


ભારતીય અર્થતંત્રની ગ્રોથ માર્ચ ક્વાર્ટરમાં ઘટીને 5.8 ટકા રહી હતી. છેલ્લા 5 વર્ષના નીચલા સ્તર છે. તો આરબીઆઈ નાણાકિય વર્ષ 2019-2020 ને ગ્રોથ રેટ 7.2 ટકા થી ઘટીને 7 ટકા કરવા માટે મજબૂર થવા પડ્યું.