બજાર » સમાચાર » બજાર

RIL AGM Live: મુકેશ અંબાણીએ કહ્યુ, માર્ચ 2021 સુધી કર્ઝ મુક્ત કંપની રહેશે રિલાયન્સ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2019 પર 11:14  |  સ્ત્રોત : CNBC-Bajar

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42 મી AGM ની શરૂઆત મુંબઈના બિડલા માતોશ્રી હોલમાં થઈ ગઈ છે. RIL ના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે નાણાકીય વર્ષ 2019 માં કંપનીએ એકવાર ફરી સારૂ પ્રદર્શન કર્યુ છે. ગત વર્ષે પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ Most Profitable કંપની રહી. કંઝ્યુમર કારોબારના એબિટડા 32 ટકા રહ્યા છે.


મુકેશ અંબાણીએ આગળ કહ્યુ કે રિટેલ કારોબારથી જિયોમાં 50 ટકાના એબિટડાનું લક્ષ્ય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નજીક 3 ગ્રોથ ઈંજન છે જેમાંથી ઑયલ, રિટેલ અને જિયો રિલાયન્સના ગ્રોથ ઈંજન છે. રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોએ પોતાના શાનદાર પ્રદર્શનથી આલોચકોની ગલત સાબિત કર્યા છે. તેમણે જોર દઈને કહ્યુ કે લિસ્ટ થવા પર રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ટૉપ 10માં પોતાનું સ્થાન બનાવશુ.


તેમણે આગળ બતાવ્યુ કે Oil-to-Chem biz માં Saudi Aramco પણ રોકાણ કરશે. તેમાં Saudi Aramco ના 20 ટકા ભાગીદારી થશે. તેમણે કહ્યુ કે આ સમય અર્થવ્યવસ્થામાં જોવામાં આવી રહી મંદી અસ્થાઈ છે.

જિયો વિશ્વનું બીજુ સૌથી મોટુ ઑપરેટર

જિયોના બારામાં બોલતા કહ્યુ તેમણે કહ્યુ જિયો દર મહિને 1 કરોડ નવા ગ્રાહક જોડ રહ્યા છે અને તેની જેમ જિયો વિશ્વનું બીજુ સૌથી મોટુ ઓપરેટર બની ગયા છે. જિયો દેશની સૌથી મોટી ટેલીકૉમ કંપની છે અને જિયોમાં રોકાણનું કામ પુરૂ થઈ ગયુ છે. જો કે જિયોની ક્ષમતા વિસ્તાર માટે મામૂલી રોકાણની આવશ્યકતા છે.

50 લાખ ઘરોમાં પહોંચ્યા GIGA FIBER

મુકેશ અંબાણીએ પોતાના AGM ને સંબોધિત કરતા આગળ કહ્યુ કે કંપનીએ Digital Infra પર 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. GIGA FIBER માટે 1.5 કરોડથી વધારે રજિસ્ટ્રેશન આવી ચુક્યુ છે. તેમણે દાવો કર્યો કે 1 વર્ષમાં Giga Fiber પૂરા દેશમાં પહોંચ્યા. અત્યાર સુધી Giga Fiber 50 લાખ ઘરોમાં પહોંચી ચુક્યા છે. લોકો માટે JIO IoT પ્લેટફૉર્મ 1 જાન્યુઆરી 2020 થી ઉપલબ્ધ થશે. કંપનીના 1 અરબ ઘરોના JIO IoT થી જોડવાનું લક્ષ્ય છે. તેના સિવાય કંપની બધા કેબલ ઑપરેટર્સની સાથે પાર્ટનશિપનું લક્ષ્ય લઈને ચાલી રહ્યુ છે. JIO થી 2020 સુધી વર્ષના 20000 કરોડ રૂપિયાના કારોબારની ઉમ્મીદ છે. તેમણે આગળ કહ્યુ કે Jio Fiber થી MSMEs ક્લાઉડ કનેક્ટિવિટી આપશે. Jio Fiber થી 24 લાખ નાના કારોબારીઓની મદદ મળશે. GIGA FIBER થી 2.5 કરોડ Biz Ent ને જોડશે. 34 કરોડથી વધારે ગ્રાહકોની સાથે JIO દેશની સૌથી મોટુ નેટવર્ક બનેલુ છે.

JIO Fiber નું કમર્શિયલ લૉન્ચ

મુકેશ અંબાણીએ પોતાના AGM માં બતાવ્યુ કે JIO Fiber નું કમર્શિયલ લૉન્ચ 5 સપ્ટેમ્બર થશે. JIO Fiber માં 100mbps થી 1gbps ની સ્પીડ થશે. JIO Fiber પ્લાન 700 રૂપિયાથી પ્રતિ મહિનાથી શરૂ થશે. JIO પ્રીમિયમ ગ્રાહક રિલીઝ પર ફિલ્મ જોઈ શકશે. JIO Fiber થી US, Canada ના માટે 500 રૂપિયાના પેકની પણ ઘોષણા કરવામાં આવી. વિદેશમાં કૉલ કરવા વાળા લોકોને ભેટ આપતા તેમણે કહ્યુ Intl Unlimited Calling પેક 500 રૂપિયા પ્રતિ મહિને આપવાની જાહેરાત કરી. JIO Fiber નું વર્ષના પેક પર લેવા પર HD TV મળશે.

Microsoft ની સાથે JIO ડાટા સેંટર ખુલશે

Microsoft ની સાથે JIO દેશભરમાં ડાટા સેંટર ખોલશે. જેના માટે JIO અને Microsoft પાર્ટનરશિપ કરશે. JIO દેશમાં બ્લૉકચેન ટેક્નોલૉજી ઉપલબ્ધ કરાવશે. કંપની દ્વારા 14 ટેક્નોલૉજી સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ ચાલુ છે. JIO Fiber થી Cloud Investment મફત મળશે. સ્ટાર્ટ-અપ્સને Cloud Investment મફત મળશે. MSMEs મફત મળશે. MSMEs માટે JIO Fiber ને 1500 રૂપિયાનો પ્લાન આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે Computing-Connectivity સર્વિસ 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.

RIL રિટેલએ લાવી દેશમાં રિટેલ ક્રાંતિ

મુકેશ અંબીણીનું કહેવુ છે કે RIL રિટેલે દેશમાં રિટેલ ક્રાંતિ લાવી છે. RIL રિટેલની પાસે દર કલાક 1 લાખ ગ્રાહક છે. RIL રિટેલે દરેક દિવસે 8 નવા સ્ટોર ખોલ્યા છે. RIL રિટેલમાં 1.30 લાખ કરોડનું ટર્ન ઓવર છે. RIL રિટેલે 24 સેકેંડમાં TV વેચ્યા છે. RIL રિટેલનો ટૉપ-20 માં આવવાનું લક્ષ્ય છે. ટૉપ 100 ગ્લોબલ રિટેલર્સમાં RIL રિટેલ શામિલ છે. RIL રિટેલ 3 કરોડ નાના રિટેલર્સથી જોડાયેલા છે.

18 મહીનામાં કર્ઝ મુક્ત કંપની બનાવાનો લક્ષ્ય

મુકેશ અંબાણીનું કહેવુ છે કે કંપની 18 મહીનામાં કર્ઝ મુક્ત બનવાનું લક્ષ્યને લઈને ચાલી રહી છે. આવતા 5 વર્ષમાં 15 ટકા વર્ષના ગ્રોથની ઉમ્મીદ છે. RIL  એ 5 વર્ષમાં 5.4 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. J&K, લદાખ માટે સ્પેશલ ટાસ્ક ફોર્સ બનાવશે અને J&K, લદાખ માટે RIL દર સંભવ મદદ કરશે. સૌથી મહત્વપૂર્ણ ઘોષણા કરતા તેમણે કહ્યુ કે JIO અને RIL રિટેલની લિસ્ટિંગ 5 વર્ષમાં સંભવ છે.


ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.