બજાર » સમાચાર » બજાર

રોડ શૉ માં હશે થ્રી લેયર સિક્યુરટી

ના રોજ પ્રકાશિત Sat, 22, 2020 પર 10:20  |  સ્ત્રોત : CNBC-Bajar

મોદી અને ટ્રમ્પની મુલાકાતના પગલે સુરક્ષા એજન્સીઓ પણ સર્તક થઇ છે. આ માટે થ્રી લેયર સિક્યુરટી પ્લાન સુરક્ષા એજન્સીઓ તૈયાર કર્યો છે. તો રોડ શો દરમિયાન બે લેયરમાં બેરીકેટ મુકાયા છે. જેથી પબ્લીક રોડ પર આવી ન શકે. આ ઉપરાંત સિવિલ ડ્રેસમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પબ્લિક સાથે રહેશે. જેથી કોઇ અન્ય અવ્યવસ્થા અહી ન સર્જાય. હાલ રોડ શો પર બેરીકેટ મુકવાની શરૂઆત થઇ છે. કારણ કે એક અંદાજ મુજબ દોઢ લાખ લોકો આ રોડ શોમાં આવે તેવી આશા ભાજપ રાખી રહ્યુ છે.