બજાર » સમાચાર » બજાર

ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક પર રોક

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 17:00  |  સ્ત્રોત : CNBC-Bajar

હાલ લોકલ માર્કેટમાં ડુંગળીના ભાવ આસમાને છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની મબલક આવક જોવા મળી રહી છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીની ભારે આવકને કારણે નવી આવક બંધ કરી દેવામાં આવી છે. હવે ત્રણથી ચાર દિવસ માટે નવી આવક બંધ કરી દેવાઈ છે. ગઈકાલે 85000 ડુંગળીની ગુણીની આવક થઈ હતી. હાલ યાર્ડમાં આવેલી ડુંગળીની હરાજી થયા બાદ નવી આવક શરૂ કરવા આવશે. યાર્ડમાં ખેડૂતોને સરેરાશ 800થી 15૦૦ રૂપિયા ડુંગળીના ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકલ બજારમાં ડુંગળી 80 રૂપિયાની આસપાસ વેચાઈ રહી છે. તેવા સમયે યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.