બજાર » સમાચાર » બજાર

નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સ્થપાશે રોપ-વે

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 17:39  |  સ્ત્રોત : CNBC-Bajar

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને તથા નર્મદા ડેમને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાના ભાગરૂપે આ બંને સાઈટ્સના વચ્ચેના ભાગે રોપ-વેનું નજરાણું ઉમેરવાનું નક્કી થયું છે. વડા પ્રધાન મોદીના સૂચનથી રોપ-વે યાને ઉડન ખટોલા સ્થાપવા વિચારણા હાથ ધરાઈ છે.


અત્યારે રાજ્યમાં પાવાગઢ, અંબાજી, ગિરનાર તથા સાપુતારા એમ ચાર જગ્યાએ રોપ-વે પ્રોજેક્ટ્સ ઉષા બ્રેકો કંપની દ્વારા ચાલે છે એટલે નવો રોપ-વે પ્રોજેક્ટ પણ આ જ કંપનીને સોંપાઈ શકે તેમ છે. જો કે આ માટે જરૂરી ટેન્ડરિંગ પ્રક્રિયા થશે. અલબત્ત, આ પ્રોજેક્ટ નર્મદા નિગમ દ્વારા હાથ ધરવો કે ટૂરિઝમ વિભાગ દ્વારા, તે હજી નક્કી થયું નથી.