બજાર » સમાચાર » બજાર

Ruchi Soya સંપાદન: 3375 કરોડના Loanના માટે Swami Ramdevના ભાઇ અને આચાર્ય બાલકૃષ્ણએ બેન્કોને આપી હતી પર્સનલ ગેરંટી

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ Ruchi Soyaમાં પોતાનો હિસ્સો ઘટાડવા માટે FPO લાવી રહી છે.
ના રોજ પ્રકાશિત Fri, 18, 2021 પર 18:28  |  સ્ત્રોત : Moneycontrol.com

બાબા રામદેવ (Baba Ramdev)ની કંપની પતંજલિ આયુર્વેદ (Pantanjali Ayurved) રૂચી સોયા (Ruchi Soya)માં પોતાનો હિસ્સો ઘટાડવા માટે ફૉલો ઑન પબ્લિક ઇશ્યૂ (Follow on public Issue-FPO) લવી રહી છે. આ FPOના દ્વારા 4300 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે કંપનીએ માર્કેટ રેગુલેટર SEBIની પાસે અરજી કરી છે.


રુચિ સોયાના FPO માટે ફઇલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)માં આ વાત ખુલાસો થયો છે કે Ruchi soyaના અધિગ્રહણ માટે પતંજલિ આયુર્વેદે SBI, PNB અને કેનરા બેન્ક સહિત અન્ય બેન્કો પાસેથી 3375.25 કરોડ રૂપિયાનો લોન લૉન્ગ ટર્મ માટે કર્યું હતું, તે લોનની પર્સનલ ગેરંટી સ્વામી રામદેવ (baba ramdev)ના નાના ભાઈ રામ ભારત અને બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ દ્વારા આપવામાં આવી હતી.


રામ ભારત અને બાબા રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના સિવાય આ લોનની ગેરેન્ટી રૂચિ સોયાના પ્રમોટર્સ, પતંજલિ આયુર્વેદ લિમિટેડ, પતંજલિ પરિવહન પ્રાઇવેટ લિમિટેડ, દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને પતંજલિ ગ્રામ ઉદ્યોગ ન્યાસ છે. આ તમામને લેન્ડર્સને લેટર ઑફ કંફોર્ટ સોપ્યું છે.


કોઇ કંપનીને આપ્યા લોનમાં પર્સનલ ગેરેન્ટીની વાત આ માટે મહત્વ થઇ જાય છે, કારણે કે હાલમાં સુપ્રીમ કોર્ટે તેના એક આદેસમાં કહ્યું કે જો કોઇ કંપની પેમેન્ટ ડિફૉલ્ટ કરે છે તો તેના લેન્ડર પ્રમોટર્સની સામે દિવાલિયા પ્રક્રિયા પ્રક્રિયા શરૂ કરી શકે છે અને તે લોનને આપવાની જવાબદારી પ્રમોટર્સની રહેશે.


તમણે જણાવી દઇએ કે સપ્ટેમ્બર 2019માં Patanjali Ayurved Limitedએ દિવાલિયા પ્રક્રિયાના હેઠળ 4350 કરોડ રૂપિયામાં Ruchi soyaના અધિગ્રહણ કર્યું હતું. હવે પતંજલિના પ્રમોટર્સ FPOના દ્વારા Ruchi Soyaમાં તેનો હિસ્સો ઘટાડશે. સ્વામી રામદેવે કહ્યું કે તેઓ રૂચી સોયામાં 15-25 ટકા હિસ્સો ઘટાડવાનો પ્લાન છે.


તમને જણાવી દઈએ કે Ruchi Soyaમાં પ્રમોટરોની હિસ્સો 98.90 ટકા છે અને પબ્લિકનો હિસ્સો 1.10 ટકા છે. જ્યારે માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર કંપનીમાં ઓછામાં ઓછી 25 ટકા હિસ્સો પબ્લિકનું હોવો જોઈએ. આને કારણે પતંજલિ ગ્રૂપ Ruchi Soyaમાં પોતાનો હિસ્સો ઘટાડવા જઇ રહી છે.