બજાર » સમાચાર » બજાર

આજથી ખુલશે સબરીમાલા મંદિર

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:39  |  સ્ત્રોત : CNBC-Bajar

વિવાદો અને ચર્ચાઓની વચ્ચે કેરળમાં સબરીમાલા મંદિરમાં આજથી કપાટ ખુલશે. આવતી કાલથી તીર્થ યાત્રા શરૂ થશે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે આ મુદ્દો મોટી બેન્ચને સોપ્યો છે, આ પહેલા સુપ્રીમ કોર્ટે મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશની મંજૂરી આપી દીધી હતી, હવે કોર્ટ નવા તબક્કાથી સમગ્ર મુદ્દા પર વિચાર કરશે તો જૂના નિર્ણયને લઈ મુંજવણની સ્થિતી છે. કેરળ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો મહિલાઓ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરવા માગે છે, તો તેમણે કોર્ટનો ઓર્ડર લઈ આવવો પડશે, સસ્તી લોકપ્રિયતા માટે મંદિરમાં પ્રવેશ કરવાના પ્રયત્નો કરનારને સરકાર સુરક્ષા નહી આપે.