બજાર » સમાચાર » બજાર

સેમસંગે 3 નવા ટીવી બજારમાં ઉતાર્યા

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 18:56  |  સ્ત્રોત : CNBC-Bajar

સેમસંગે તેના 3 નવા ટીવી બજારમાં ઉતાર્યા છે. આ છે QLED TV 2018, UHD TV અને Concert Series. QLED TV 2018ની ખાસિયત છે તેનું AMBIENT MODE, જે TV બંધ થવા પર એક ફોટો ફ્રેમમાં બદલી જશે. આ સિવાય આ ટીવી BACKGROUND WALLને સ્કેન કરી તેને TV પર ડિસ્પ્લે કરી દે છે. જેથી એવું લાગે છે કે TV દિવાલમાં મર્જ થઇ ગયું છે.


QLED TV 2018 બે સ્ક્રીન સાઇઝમાં મળશે, 55 અને 75 ઇંચ અને તેની કિંમત શરૂ થાય છે 2 લાખ 45 હજાર રૂપિયાથી. UHD TV હવે પહેલાથી વધુ સ્લિમ છે અને પહેલાથી વધુ સારી પિક્ચર ક્વોલિટી તમને આપશે. UHD TVની કિંમત 64900 રૂપિયાથી શરૂ થાય છે.


સાથે કંપનીએ CONCERT SERIES TV પણ ઉતાર્યા છે. આ TV MAKE FOR INDIA પ્રોજેક્ટનો હિસ્સો છે. આની ખાસિયત જબરદસ્ત સાઉન્ડ ક્વોલિટી અને BLUETOOTH CONNECTIVITY છે. CONCERT SERIES TV ત્રણ સાઇઝમાં મળશે 32, 43 અને 49 ઇંચમાં તેની કિંમત શરૂ થાય છે 27,500 રૂપિયાથી.