બજાર » સમાચાર » બજાર

જાસૂસી માટેનો ઉપગ્રહ રિસેટ 2-B લૉન્ચ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 18:34  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈએસઆરઓએ દુશ્મનોની હલન-ચલન પર નજર રાખવા અને જાસૂસીમાં ઉપયોગ થનાર ઉપગ્રહ રિસેટ 2-બીને લોન્ચ કર્યો. જાસૂસીમાં ઉપયોગમાં લેવામાં આવતા આ ઉપગ્રહને સવારે સાડા પાંચ વાગ્યે તમિલનાડૂના શ્રી હરીકોટાથી PSLVથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આ રિસેટ સેટેલાઇટ સીરિઝનો ચોથો ઉપગ્રહ છે. આ સેટેલાઇટ ખરાબ હવામાન દરમ્યાન પણ જમીનની વસ્તુઓને દેખાડવામાં સક્ષમ છે.