બજાર » સમાચાર » બજાર

સૌરાષ્ટ્ર: કોંગ્રેસના દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું

ના રોજ પ્રકાશિત Tue, 12, 2019 પર 16:53  |  સ્ત્રોત : CNBC-Bajar

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના વધતા કહેરને રોકવા માટે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું. માવડી વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વિતરણ કરવામાં આવ્યું. જોકે ઉકાળા સાથે શાળામાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું.


સ્વાઇન ફ્લૂ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે સ્વાઇન ફ્લૂના વધતા કેસ સામે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે. તે અંગેનો જવાબ રજૂ કરો.


કોર્ટે આ મામલે રાજ્ય સરકારને આવતીકાલ સુધીનો સમય પણ આપ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાઇરસનું પ્રમાણ બેફામ વધ્યુ છે તો કેટલાંક વિસ્તારોમાં સ્વાઇનફ્લૂથી થતા મોત મામલે અહેવાલ રજૂ કરવા તાકીદ કરી છે.