બજાર » સમાચાર » બજાર

શાહીનબાગ પ્રદર્શન પર SCમાં સુનાવણી

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 16:53  |  સ્ત્રોત : CNBC-Bajar

દિલ્હીના શાહીનબાગમાં થઇ રહેલા પ્રદર્શનનો માર્ગ હવે વાતચીત દ્વારા નિકળે એવુ લાગી રહ્યું છે. સુપ્રિમ કોર્ટે વાતચીત કરવા માટે મધ્યસ્થીઓની નિમણુક કરી છે. સંજય હેગડેને સુપ્રિમ કોર્ટે શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાના આદેશ આપ્યા છે. તો આ મામલે સુપ્રિમ કોર્ટે દિલ્હી પોલીસ, દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને પણ વાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે હંમેશા માટે કોઇપણ રસ્તાને બંધ રાખી શકાય નહીં. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે જો બીજા લોકો પણ રસ્તા પર ઉતરવા લાગ્યા તો શું થશે.