બજાર » સમાચાર » બજાર

સુરત દુષ્કર્મ મામલે ફાંસી પર SCની રોક

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 17:09  |  સ્ત્રોત : CNBC-Bajar

સાડા ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાના આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈ કોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી.


ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટમાં આરોપી અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટીસે કહ્યું કે તમામ કાનૂની વિકલ્પ પૂર્ણ થયા પહેલાં ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. જજ આ પ્રકારના આદેશ કેવી રીતે આપી શકે છે? ન્યાયિક પ્રક્રિયા આવી રીતે ન થઈ શકે.