બજાર » સમાચાર » બજાર

RTOના મેમોની ડુપ્લીકેટ રસીદનું કૌભાંડ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 16:39  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટ પોલીસે એક એવું કૌભાંડ ઝડપી પાડ્યું છે કે જે સાંભળી તમે પણ ચોંકી ઉઠશો. જી હા રાજકોટ SOG પોલીસે RTO ના મેમો નું ડુપ્લીકેટ રસીદ આપતું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.


RTO ના મેમોનું મસ મોટું કૌભાંડ. ડુપ્લીકેટ રસીદ આપી છોડાવતા વાહનો. કૌભાંડમાં કેટલા અધિકારી?


જો તમને મેમો આવ્યો હોય અને કોઇ તમને એમ કહે કે સેટિંગ કરી રૂપિયા ઓછા ભરવા પડશે તો ચેતી જજો. કારણકે રાજકોટમાં ભેજાબાજોએ પોતાની માયાજાળ પાથરી હતી. આ શખ્સો પર આરોપ છે RTO ની ડુપ્લીકેટ રસીદ બનાવવાનો. રાજકોટ ક્રાઈમ બ્રાંચ અને SOG પોલીસે બાતમીના આધારે તમામને ઝડપી ૨૭ ડુપ્લીકેટ રસીદ ૨ લેપટોપ, ૨ પ્રિન્ટર, સ્ટેમ્પ, મોબાઈલ કબજે કરી છે.


પકડાયેલ આરોપીઓ પૈકી જયરાજ RTO કચેરી ખાતે લોકોને ઓછા રૂપિયા ભરવાની લાલચ આપતો હતો. આ ભેજાબાજો નામ સુધારી બારકોડ જનરેટ કરી ડુપ્લીકેટ રસીદ બનાવી આપતા જે પોલીસ પણ ઓળખી શક્તિ ન હતી.


હાલ તો અને લોકોને વાહન છોડી આપતી હતી. ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસે બે વર્ષ માં કરેલ ૪૦૦૦ જેટલા RTO મેમોમાં છેતરપીંડી ની આશંકા આધારે તમામ કેસની રસીદ અંગે ખરાઈ પણ કરવામાં આવશે.


અહીં સૌથી મોટો સવાલએ છે કે આ ભેજાબાજો એકલા હાથે આટલું મોટું કૌભાંડ કેવી રીતે ચલાવતા હતા. જરૂર તેમની સાથે કોઇ અધિ્કારીઓ જોડાયેલા હશે હાલ પોલીસ તે અંગેની તપાસ ચલાવી રહ્યા છે.