બજાર » સમાચાર » બજાર

SEBI એ Franklin Templeton ના બંધ કરવામાં આવ્યા ડેટ ફંડોની તપાસનો આપ્યો આદેશ: રિપોર્ટ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 15:38  |  સ્ત્રોત : CNBC-Bajar

સેબીએ ફ્રેંકલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડિયા દ્વારા બંધ કરવામાં આવેલી 6 સ્કીમોમાં થયેલી ડીલિંગની તપાસ માટે એક ફૉરેસિક ઑડિટ ફોર્મ અને ચાટર્ડ અકાઉન્ટની સેવા લીધી છે.

ધ ઈકોનૉમિક્સ ટાઈમ્સમાં છપાયેલા એક સમાચારના મુજબ સેબીએ આ કામ માટે મુંબઈ સ્થિત ફર્મ ચોક્સી એન્ડ ચોક્સી એલએલપીને નિયુક્ત કર્યા છે અને તેનાથી 30 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજુ કરવા માટે કહ્યુ છે.

મનીકંટ્રોલ આ સમાચારની સ્વતંત્ર રૂપથી પુષ્ટિ નથી કરી રહ્યુ.

તમને જણાવી દઈએ કે મનીકંટ્રોલે 28 એપ્રિલના તમને સમાચાર આપ્યા હતા કે સેબી આ કેસની તપાસ શરૂ કરી શકે છે અને તે જાણવાની કોશિશ કરી સકે છે કે આ ફંડોને બંધ થવામાં પ્રબંધન અને ટ્રસ્ટિયોની લાપરવાહીની પણ ભૂમિકા છે.

ધ ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટના મુજબ ચોક્સી એન્ડ ચોક્સી એલએલપી આ વાતની તપાસ કરશે કે શું આ કેસમાં ફંડ હાઉસ અને બૉન્ડ રજુ કરવા વાળા કૉર્પોરેટની વચ્ચે કોઈ મીલીભગત હતી અને ક્યા ડાયરેક્ટરો અને સીનિયર અધિકારીઓની વચ્ચે હિતોનું સંધર્ષ હતુ.

એક સૂત્રએ ધ ઈકોનૉમિક ટાઈમ્સને જણાવ્યુ કે આ તપાસનું ક્ષેત્ર અસીમિત છે. તેમા કેસના બધા પક્ષો અને બધા કોણોની તપાસ કરવામાં આવશે.