બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પ માટે સૂરક્ષા જવાનો ખડેપગે

ના રોજ પ્રકાશિત Mon, 17, 2020 પર 14:00  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત આવવાના છે તેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે અમદાવાદમાં અમેરિકાથઈ પહેલું વિમાન પહોંચી ગયું છે. અમદાવાદ એરપોર્ટ પર એક લગેજ વિમાન આવ્યું હતું. આ સમયે અમારા સંવાદદાતાએ માહિતી આપી હતી.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેના આ પ્રવાસની આખો ગુજરાત કાગના ડોળે રાહ જોઈ રહ્યો છે. યુદ્ધના ધોરણે તેમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આખા ગુજરાત માટે આ આનંદનો પ્રસંગ છે. આ આનંદના પ્રસંગ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યક્રમનું યજમાન બન્યુ છે. અમદાવાદ કોર્પોરેશન રોડ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરાઇ છે.


રોડ રસ્તા રીસરફેસ કરવાનો મામલો હોય કે પછી રસ્તા પર રહેલા સ્પીડ બ્રેકર દુર કરવાની કામગીરી દિવસ રાત્ર થઇ રહી છે. એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ સુધીના રસ્તા પર આવેલા તમામ સ્પીડ બ્રેકર દુર કરવાની કામગીરી એએમસી રોડ વિભાગ કરી રહ્યુ છે.


આધુનિક મશીન સાથે રોડ પર રહેલા સ્પીડ બ્રેકર દુર કરી રસ્તા રિસરફેસ કરવામાં આવી રહ્યા છે. હાલ એરપોર્ટ સર્કલથી શાહિબાગ જવાના રસ્તા પર આવેલા તમામ સ્પીડ બ્રેકર દુર કરાઈ રહ્યા છે. અંદાજે 100થી વધુ સ્પીડ બ્રેકર દૂર કરાશે.


મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષાને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. સાથે જ કાર્યક્રમમાં યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે સરકારી તંત્ર તૈયારીમાં જોતરાયું.


આ સાથે એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ કરવામાં આવી છે. અમારા સંવાદદાતા મનીષ દેસાઇએ અમદાવાદ એરપોર્ટ પરથી તૈયારીઓની જાણકારી આપી.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસની આખુ ગુજરાત કાગના ડોળે રાહ જોઈ રહ્યુ છે. યુદ્ધના ધોરણે તેમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આખા ગુજરાત માટે આ આનંદનો પ્રસંગ છે. આ આનંદના પ્રસંગ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી છે.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કાર્યક્રમનું યજમાન બન્યુ છે. અમદાવાદ કોર્પોરેશન રોડ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરાઇ છે. રોડ રસ્તા રી-સરફેસ કરવાનો મામલો હોય કે પછી રસ્તા પર રહેલા સ્પીડ બ્રેકર દુર કરવાની કામગીરી દિવસ રાત થઇ રહી છે.


એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ સુધીના રસ્તા પર આવેલા તમામ સ્પીડ બ્રેકર દુર કરવાની કામગીરી એએમસી રોડ વિભાગ કરી રહ્યુ છે. આધુનિક મશીન સાથે રોડ પર રહેલા સ્પીડ બ્રેકર દુર કરી રસ્તા રિ-સરફેસ કરવામાં આવી રહ્યા છે. હાલ એરપોર્ટ સર્કલથી શાહિબાગ જવાના રસ્તા પર આવેલા તમામ સ્પીડ બ્રેકર દુર કરાઈ રહ્યા છે.. અંદાજે 100થી વધુ સ્પીડ બ્રેકર દૂર કરાશે.


ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિઆ ટ્રમ્પ પણ આવવાના છે. તેમણે પહેલાથી જ ટ્વીટ કરીને ભારતની યાત્રા અંગે ઉત્સુકતા દર્શાવી છે. તેઓ ટ્રમ્પને મૂકીને તાજ મહેલની પણ મુલાકાત લઈ શકે છે. પરંતુ તેઓ પહેલા ફર્સ્ટ લેડી નથી જેઓ ભારતની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા કયા કયા અમેરિકાના રાષ્ટ્રપતિના પત્ની ભારતની મુલાકાતે આવી ગયા છે તે જોઈએ.


સૌથી પહેલા 1962માં જેકલીન કેનેડી 9 દિવસ માટે ભારત આવ્યા હતા, પરંતુ ત્યારે તેમના પતિ અને રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી આવ્યા ન હતા. એ સમયે એરપોર્ટ પર તેમનું સ્વાગત તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને યુવાન ઈંદિરા ગાંધીએ કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન આર્ટિસ્ટોને મળ્યા હતા અને હાથીની સવારી કરી હતી.


1969માં રિચર્ડ અને પેટ નિક્સને ભારતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. તે સમયે ભારત અને USના સંબંધો ઠંડા હતા. એ સમયે વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. રિચર્ડ નિક્સન ભારતીય સંસદને સંબોધી રહ્યા હતા ત્યારે પેટ નિક્સને બાળકો સાથે દિવસ ગાળ્યો હતો.


એક દાયકા બાદ અન્ય અમેરિકાના રાષ્ટ્રપતિ જિમી કાર્ટર તેમની પત્ની રોઝલીન સાથે ભારત આવ્યા હતા. તે સમયે તેમણે દિલ્હીની એક શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ દંપત્તિ દિલ્હીના બહારના એક ગામની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ ગામનું નામ કાર્ટરપુરી પડ્યું છે.


હિલેરી ક્લિન્ટન 1995માં તેમના પતિ બિલ ક્લિન્ટન વગર ભારત આવ્યા હતા. પરંતુ તે સમયે તેમના દીકરી ચેલ્સી સાથે હતા. તે સમયે માતા-દીકરીની જોડીએ તાજમહલની મુલાકાત કરી હતી અને બેન્ચ પર બેસીને તસવીર ખેંચાવી હતી. ત્યાર બાદ 1997માં હિલેરી કોલકાતામાં મધર ટેરેસાની અંતિમ વિધિમાં આવ્યા હતા.


2006માં જ્યોર્જ ડબ્લ્યુ બુશ સાથે લૌરા બુશ પણ આવ્યા હતા. તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી આપી હતી. મધર ટેરેસાના મિસનરી ઓફ ચેરિટી દ્વારા ચાલતા કેન્દ્રના બાળકો સાથે તેમણે વાતો પણ કરી હતી.


મિશેલ ઓબામાએ તેમના પતિ બરાક ઓબામાને ભારતની બન્ને યાત્રામાં સાથ આપ્યો હતો. પહેલી વખત તેઓ 2010માં આવ્યા હતા અને બાળકો સાથે નાચ્યા પણ હતા.


ઓબામા 2015માં ભારત આવ્યા અને મિશલે ઓબામા આ વખતે સ્પોટલાઈટથી દૂર રહ્યા હતા અને તેઓ માત્ર ગણતંત્ર દિવસની પરેડમાં તેમના પતિ સાથે જોવા મળ્યા હતા.


હવે મેલિના ટ્રમ્પ ભારતમાં પહેલી વાર આવી હ્યા છે. અમદાવાદ અને દિલ્હીની સાથે જ તેઓ તાજમહેલની પણ મુલાકાત લે તેવી શક્યતા છે.