બજાર » સમાચાર » બજાર

ટ્રમ્પના આગમનને લઇને સૂરક્ષા સધન કરાઇ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 12:34  |  સ્ત્રોત : CNBC-Bajar

અમેરિકન રાષ્ટ્રપતિનું આગમન થવાનું હોય VVIP મુવમેન્ટને ધ્યાનમાં રાખીને ત્યારે સ્વાભાવિક છે કે સુરક્ષા સજ્જડ હોવાની. અમદાવાદ એરપોર્ટ પર અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સમયાંતરે પોલીસ અધિકારીઓ સુરક્ષાની સમીક્ષા કરી રહ્યા છે. તો બીજી તરફ મોટેરા સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોને પહોંચાડવા એસ.ટી.તંત્રએ પણ એક્શન પ્લાન ઘડ્યો છે.


અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસની શરુઆત અમદાવાદથી કરશે. વીવીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે એરપોર્ટ પર સુરક્ષા સજ્જડ કરી દેવામાં આવે છે. ટ્રમ્પના આગમનને લઇને એરપોર્ટ પર તૈયારીઓ પૂરજોશમાં છે. એરપોર્ટ પર અત્યારથી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ ટ્રમ્પના સ્વાગત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવશે. ત્યારે અમદાવાદ એરપોર્ટના અંદર અને બહાર કઈ રીતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.


મોટેરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ત્યારે એસ.ટી તંત્ર પણ સજ્જ બન્યું છે. લોકોને આવવા જવા માટે એસટી નિગમ 2 હજાર બસ દોડાવશે. જેમા અમદાવાદ અને ગાંઘીનગર ડિવિઝનની 800 બસો અને અન્ય ડિવિઝનમાંથી 1200 બસ મંગાવવામાં આવશે. ઓછા ટ્રાફિક વાળા રૂટ રદ કરીને ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમમાં બસ દોડાવવા માટેનુ આયોજન કરવામાં આવ્યું છે.