બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 40800 આસપાસ, નિફ્ટી 12050 ની નીચે બંધ

ના રોજ પ્રકાશિત Mon, 02, 2019 પર 15:45  |  સ્ત્રોત : Moneycontrol.com

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. અંતમાં નિફ્ટી 12050 ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 40800 ની આસપાસ બંધ થયા છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.77 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.69 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.39 ટકા સુધી નબળાઈની સાથે બંધ થયા છે.

આઈટી, રિયલ્ટી, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેન્ક અને ઑટો 0.97-0.28 ટકા સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.23 ટકાના ઘટાડાની સાથે 31871.45 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા શેરોમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 8.36 અંક એટલે કે 0.02 ટકાના મામૂલી વધારાની સાથે 40802.17 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 7.80 અંક એટલે કે 0.06 ટકા ઘટીને 12048.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, આઈશર મોટર્સ, ભારતી ઈન્ફ્રાટેલ, બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, બીપીસીએલ અને સન ફાર્મા 2.19-6.59 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી એરટેલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, રિલાયન્સ, ગ્રાસિમ અને એશિયન પેંટ્સ 4.12-2.04 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ગ્રેફાઈટ ઈન્ડિયા, એચઈજી, સેન્ટ્રલ બેન્ક, એડલવાઇઝ અને ઈન્ફોએજ 8.48-4.26 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, અદાણી ટ્રાન્સફર, એસકોર્ટ્સ, જેએસડબ્લ્યુ એનર્જી અને ક્રિસિલ 8.97-3.34 ટકા સુધી ઉછળા છે.

સ્મૉલોકપ શેરોમાં સુવેન લાઇફ, ગ્રેફાઈટ ઈન્ડિયા, હિમાદ્રી સ્પેશલ, પ્રાઇમ ફોક્સ અને ઈન્ડો રામા 15.74-6.19 ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં સંગમ ઈન્ડિયા, આઈનોક્સ વિંડ, એશિયન ઑઈલફિલ્ડ, પોકરણા અને પ્રેસ્ટીજ એસ્ટેટ 14.89-8.97 ટકા સુધી ઉછળા છે.