બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 50,000 ની પાર, નિફ્ટી 14700 ની ઊપર, ઑટો શેર ચમક્યા

ના રોજ પ્રકાશિત Thu, 21, 2021 પર 09:23  |  સ્ત્રોત : Moneycontrol.com

12:02 AM

INDIGO PAINTS LTD IPO 11:45 વાગ્યા સુધી 2.93 ગણો ભરાયો છે.

12:00 AM

બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 50000 ના ઉપરના સ્તરને પકડતા જોવા મળે છે. તે જ સમયે, નિફ્ટી પણ 14,737 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

11:20 AM

GARDEN REACH SHIPBUILDERS: કંપનીના 99.6 કરોડ રૂપિયાના ઑર્ડર મળ્યો છે. કંપનીના 99.6 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. કંપનીના Seychelles થી પેટ્રોલ Vessel માટે ઑર્ડર મળ્યો છે.

11:15 AM

બજારમાં તેજીની સાથે કામકાજ થઈ રહ્યુ છે. મિડ અને સ્મૉલકેપ શેર વધતાની સાથે કામકાજ કરી રહ્યા છે. બીએસઈના મિડકેપ ઈંડેક્સ 0.81 ટકા અને સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.56 ટકાનો વધારો દેખાય રહ્યો છે. હાલમાં સેન્સેક્સ 350 અંક અને નિફ્ટી 100 અંક ઊપર કારોબાર કરી રહ્યા છે.

10:45 AM

NBFCS શેરોમાં જોરદાર તેજી છે. પરીણામોની બાદ FINANCE અને BAJAJ FINSERV 3 થી 4 ટકા ભાગ્યા છે. INDIABULLS HSG, MANAPPURAM FINANCE પણ ઉછળા છે.

10:27 AM

હેવેલ્સ 1106 રૂપિયા પ્રતિ શેર પર 58,700 શેરોનો સોદો થયો છે.

10:00 AM

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતીની સાથે થતી જોવા મળી રહી છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 7 પૈસા મજબૂતીની સાથે 72.96 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 73.03 ના સ્તર પર બંધ થયો હતો.


09:19 AM

સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 50,096.57 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 14,736.65 સુધી ઉછળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની ઊપર મજબૂતી સાથે જોવામાં આવી રહ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.68 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.80 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.60 ટકાના વધીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 256.12 અંક એટલે કે 0.51 ટકાના વધારાની સાથે 50,048.24 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 76.30 અંક એટલે કે 0.52 ટકા ઉછળીને 14721 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.


બેન્કિંગ, રિયલ્ટી, ઑટો, એફએમસીજી, પીએસયુ બેન્ક, આઈટી, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં 0.35-1.06 ટકા વધારાની સાથે જોવાને મળી રહ્યા છે. બેન્ક નિફ્ટી 0.56 ટકા ઉછળાની સાથે 32,725.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, યુપીએલ અને ઈન્ડસઈન્ડ બેન્ક 1.45-3.62 ટકા સુધી વધ્યા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ટીસીએસ, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી અને બીપીસીએલ 0.23-0.49 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં આદિત્ય બિરલા ફેશન, ફ્યુચર રિટેલ, મેક્સ ફાઈનાન્શિયલ, વોલ્ટાસ અને હનીવેલ ઑટો 2.83-5.59 ટકા સુધી ઉછળા છે. જ્યારે એયુ સ્મૉલ ફાઈનાન્સ, સન ટીવી નેટવર્ક, ગ્લેનમાર્ક, અંજતા ફાર્મા અને એમફેસિસ 0.51-1.22 ટકા ઘટ્યો છે.

સ્મૉલકેપ શેરોમાં ગેટવે ડિસ્ટ્રીક્ટ, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રી, સુર્યા રોશની, ગેબરિલ ઈન્ડિયા અને પોલિકેબ 5.02-16.74 ટકા સુધી ઉછળા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં દિવાન હાઉસિંગ, એવરેસ્ટ ઈન્ડિયા, જીએમએમ પફ્ડલર, એગ્રો ટેક ફૂડ્ઝ અને વીએસટી 2.42-4.96 ટકા સુધી તૂટ્યા છે.