બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 732 અંક ઉછળીને બંધ, નિફ્ટી 10470 ની પાર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 15:43  |  સ્ત્રોત : Moneycontrol.com

કાલના મોટા ઘટાડાને ભૂલી આજે બજારમાં શાનદાર તેજી જોવાને મળી છે. સેન્સેક્સ 700 અંકોથી વધારે ઉછળી છે જ્યારે નિફ્ટીમાં 250 અંકોની મજબૂતી દેખાણી છે. સેન્સેક્સ અને નિફ્ટી 2 ટકાથી વધારે વધીને બંધ થયા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 34808.4 સુધી પહોંચ્યો હતો જ્યારે નિફ્ટીને 10492.5 સુધી દસ્તક આપી હતી. અંતમાં નિફ્ટી 10470 ની નજીક બંધ થયા છે અને સેન્સેક્સ 34700 ની ઊપર બંધ થયા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદારી દેખાણી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.5 ટકા વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 3 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.5 ટકાથી વધારે મજબૂત થઈને બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 732.43 અંક એટલે કે 2.15 ટકાની મજબૂતીની સાથે 34733.58 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 237.80 અંક એટલે કે 2.32 ટકાની મજબૂતીની સાથે 10472.50 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, આઈશર મોટર્સ અને એક્સિસ બેન્ક 10.15-6.50 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ઈન્ફ્રાટેલ, ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રો 2.93-1.48 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ટાટા પાવર, રિલાયન્સ ઈન્ફ્રા, અદાણી પાવર, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ પાવર 11.07-8.30 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં રાજેશ એક્સપોર્ટ્સ, એમફેસિસ, બેયર કૉર્પસાઇન્સ, યુનાઇટેડ બ્રુઅરીઝ અને ટોરેન્ટ ફાર્મા 4.81-1.18 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં અરસિયા, લિનકોલન ફાર્મા, સદભાવ એન્જીનિયર્સ, પ્રિમિયર એક્સપ્લોર અને પીએનબી ગિલ્ટ્સ 20.00-13.21 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં જીઈ શિપિંગ, આશાપુરા ઈન્ટીમા, મોનેટ ઇસ્પાત, ઇલેક્ટ્રોસ્ટીલ અને ગ્રિનપ્લાય 5.44-3.9 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.