બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 141 અંક ઉછળો, નિફ્ટી 11270 પર બંધ

ના રોજ પ્રકાશિત Mon, 10, 2020 પર 15:49  |  સ્ત્રોત : Moneycontrol.com

સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 11270 પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 38180 ઊપર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,337.30 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 38,430.69 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.42 ટકા વધીને 14,420.70 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.47 ટકાની મજબૂતીની સાથે 13,869.08 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 141.51 અંક એટલે કે 0.37 ટકાની મજબૂતીની સાથે 38182.08 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 56.20 અંક એટલે કે 0.50 ટકાની વધારાની સાથે 11270.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.79 ટકાના વધારાની સાથે 21,926.60 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં સિપ્લા, એમએન્ડએમ, એલએન્ડટી, ટાટા મોટર્સ, સન ફાર્મા, એનટીપીસી અને ટેક મહિન્દ્રા 3.25-9.48 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, એશિયન પેંટ્સ, મારૂતિ સુઝુકી, બીપીસીએલ અને રિલાયન્સ 1.16-2.19 ટકા સુધી ઘટીને બંધ થયા છે.


મિડકેપ શેરોમાં ઈમામી, ડિવિઝ લેબ, નેટકો ફાર્મા, ભારત ઈલેક્ટ્રિક અને પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ 19.99-8.77 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં કંટેનર કૉર્પ, આરબીએલ બેન્ક, કેઆઈઓસીએલ, મુથૂટ ફાઈનાન્સ અને વરેકો એન્જિયર 15.14-2.67 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ન્યુક્લુયસ સૉફટવેર, પીપીએપી ઓટોમોટિવ, વા ટેક બાગ, હિંમતસિંગકા સિક્યોરિટીઝ અને સ્ટ્રાઈડ્સ ફાર્મા 19.99-15.16 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં વિમતા લેબ્સ, નાથ બાયો-જેન્ટ્સ, મન ઈન્ફ્રા, બિરલા કૉર્પ અને મેધમણી ઑર્ગેનિક 10.7-5.99 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.