બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 29 અંક ઉછળો, નિફ્ટી 17850 ની ઊપર બંધ

આજે નિફ્ટી 17850 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 60077.88 પર બંધ થયા.
ના રોજ પ્રકાશિત Mon, 27, 2021 પર 15:49  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17850 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 60077.88 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,943.50 સુધી પહોંચી તો સેન્સેક્સ 60,412.32 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.13 ટકાની ઘટાડાની સાથે 27,988.19 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 29.41 અંક એટલે કે 0.05 ટકાની મજબૂતીની સાથે 60077.88 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 1.90 અંક એટલે કે 0.01 ટકાની તેજીની સાથે 17855.10 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.11-3.22 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.90 ટકાના મજબૂતીની સાથે 38,171.25 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, આઈટી, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં મારૂતિ, એમએન્ડએમ, ટાટા મોટર્સ, ઓએનજીસી અને હિરોમોટર્સ 2.75-6.44 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, વિપ્રો, ડિવિઝ લેબ, બજાજ ફિનસર્વ 2.57-4.36 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, ઈન્ડિયન હોટલ્સ, આઈઆરસીટીસી, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને ગોદરેજ પ્રોપર્ટી 4.01-7.47 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એમફેસિસ, અપોલો હોસ્પિટલ, યુનાઈટેડ બ્રુઅરીઝ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ અને ક્રિસિલ 2.5-3.45 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ઈઆઈએચ એસોસિએટ હોટલ, ઈઆઈએચ, ઈન્ડિયા ગ્લાયકો, પીએસપી પ્રોજેક્ટ્સ અને ચલેટ હોટલ્સ 11.05-20.00 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ગ્લોબસ સ્પિરિટ્સ, વેસ્કોન એન્જિનયર, પ્રાઈમ ફોક્સ, રત્તનઈન્ડિયા અને કેસોરામ 4.88-4.99 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.