બજાર » સમાચાર » બજાર

સેન્સેક્સ 514 અંક ઉછળો, નિફ્ટી 17560 ની ઊપર બંધ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે.
ના રોજ પ્રકાશિત Tue, 21, 2021 પર 15:47  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17560 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59005.27 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,578.35 સુધી પહોંચી તો સેન્સેક્સ 59,084.51 સુધી પહોંચ્યો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.79 ટકા ઉછળીને 24,792.12 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.14 ટકાની વધારાની સાથે 27,529.12 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 514.34 અંક એટલે કે 0.88 ટકાની મજબૂતીની સાથે 59005.27 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 165.10 અંક એટલે કે 0.95 ટકાની તેજીની સાથે 17562 ના સ્તર પર બંધ થયા છે.

આજે એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑયલ એન્ડ ગેસ, આઈટી, મેટલ, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબ્લ્સ શેરોમાં 0.59-2.55 ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.24 ટકાના મજબૂતીની સાથે 37,235.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, પીએસયુ બેન્ક અને કંઝ્યુમર ડ્યુરેબલ્સમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.


આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, આઈટીસી, યુપીએલ 2.32-5.97 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં મારૂતિ સુઝુકી, બીપીસીએલ, હિરોમોટોકૉર્પ, બજાજ ઑટો, નેસ્લે ઈન્ડિયા, પાવર ગ્રિડ અને એચડીએફસી બેન્ક 0.41-2.45 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેન્ક, બજાજ હોલ્ડિંગ્સ, ગોદરેજ પ્રોપર્ટી અને સેલ 5.39-7.40 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ન્યુ ઈન્ડિયા એસ્યોર, ટીવીએસ મોટર્સ, નેટકો ફાર્મા, બેન્ક ઑફ ઈન્ડિયા અને આઈઆરસીટીસી 1.95-3.33 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં હિમાદ્રી સ્પેશલ, ગ્લેનત મેટલ, ગુજ થેમિક્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ અને ગોલ્ડાયમ ઈન્ટર 9.58-10.19 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં બીએલએસ ઈન્ટરનેશન, સોરિલ ઈન્ફ્રા, કાંચી ક્રેપ, આરપીએસજી વેનચર્સ અને એજીસી નેટવર્ક્સ 5-9.53 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.